GSTV
Home » News » લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

લોકસભા 2019ના અંતિમ તબ્બકાના મતદાન સમયે વિવિધ રાજ્યોમાં ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. પંજાબ અને યુપીમાં હિંસાની ઘટના બની હતી તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ બૂથ કબ્જે કર્યાનો આરોપ ભાજપે લગાવ્યો હતો. પંજાબના ગુરદાસપુરમાં મતદાન દરમ્યાન હિંસાની ઘટના સામે આવી છે. મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમા ત્રણ જેટલા શખ્સો ઘાયલ થયા હતા. મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

તો આ તરફ ઉત્તર પ્રદેશના ચંદોલીમાં પણ ભાજપ અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓ પૈસા આપી બોગસ મતદાન કરાવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાનો વિરોધ કરતા સપા અને ભાજપના કાર્યકરો વચ્ચે છુટાહાથે મારામારી કરવામાં આવી હતી. ત્યારે હિંસાની ઘટના બાદ પોલીસ ઘટન સ્થળે પહોંચી હતી અને હિંસા પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

પશ્વિમ બંગાળના બશીરહાટમાં મતદાન દરમ્યાન ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કરી હોવાના આરોપ ભાજપે કર્યા. ભાજપના ઉમેદવાર સ્યંતન બાસુનો આરોપ છે કે, ટીએમસીના કાર્યકર્તાએ બૂથને કબ્જે કર્યુ છે. અને મતદારોને મતદાન કરવા જવા દેવામાં આવતા નથી. જેથી મતદારાઓ મતદાન કેન્દ્ર બહાર હંગામો કર્યો હતો. જેથી ભાજપનો આરોપ છે કે, મમતા બેનર્જીના ઈશારે બોગસ મતદાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!