GSTV
Home » News » ચૂંટણી પછી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિંસા: ભાજપનાં કાર્યકરોની હત્યાનો સિલસીલો યથાવત

ચૂંટણી પછી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિંસા: ભાજપનાં કાર્યકરોની હત્યાનો સિલસીલો યથાવત

લોકસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં શરૂ થયેલી હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. છેલ્લા ત્રણ દિવસમાં બંને રાજ્યોના ઘણા શહેરોમાં હિંસક ઘટનાઓ બની છે. આ દરમિયાન ભાજપના બે કાર્યકરોની હત્યા પણ કરી દેવાઇ. પશ્ચિમ બંગાળના નાદિયામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને એક ભાજપ કાર્યકરની હત્યા કરી નાંખી હતી. જે બાદ ભાજપના કાર્યકરોએ રેલવે ટ્રેક પર ધામા નાંખીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

બીજી તરફ ત્રિપુરામાં પણ ભાજપ કાર્યકર પર હુમલો થતાં મિથૂ નામના વ્યક્તિનું મોત નિપજ્યું. બંને રાજ્યોમાં ઘણા સ્થળોએ ભાજપ અને ટીએમસીના કાર્યકરો તેમજ ભાજપ અને ડાબેરી પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં 150 જેટલા લોકો ઘાયલ થયા છે. ભાજપનો આરોપ છે કે બંગાળ ટીએમસી અને ત્રિપુરામાં ડાબેરી પક્ષો હિંસા ફેલાવી રહ્યા છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!