GSTV

દિલ્હીની JNUમાં ફરી બબાલ, અઘ્યક્ષ આઈશી ઘોષ પર થયો હુમલો, માથામાં ગંભીર ઈજા

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં હિંસાનો મામલો સામે આવ્યો છે. જેએનયુ વિદ્યાર્થી સંગઠન (JNUSU)એ દાવો કર્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (એબીવીપી) હિંસા કરી છે.

જેએનયુએસયુએ દાવો કર્યો હતો કે સાબરમતી અને અન્ય છાત્રાલયોમાં એબીવીપી પ્રવેશ કર્યો અને વિદ્યાર્થીઓને માર માર્યો. આ સાથે એબીવીપી દ્વારા પથ્થરો અને તોડફોડ પણ કરવામાં આવી હતી.

આ હુમલામાં આઈશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઈ છે.અને આ દરમિયાન તેને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી છે.

ABVPએ ડાબેરી સંગઠનો પર આરોપ લગાવ્યો

જ્યારે આ કેસમાં એબીવીપીનું કહેવું છે કે જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી જોડાયેલા વિદ્યાર્થીઓ પર ડાબેરી વિદ્યાર્થી સંગઠનો એસએફઆઈ, એએફઆઈ, ડીએસએફના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં લગભગ 15 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ હુમલામાં લગભગ 15 વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી

ત્યારે લગભગ 11 વિદ્યાર્થીઓને તેઓ કઈ પરિસ્થિતિમાં છે તે અંગે કોઈ સમાચાર પ્રાપ્ત મળ્યા નથી.

એબીવીપી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉપર જુદા જુદા છાત્રાલયોમાં હુમલો કરવામાં આવી રહ્યો છે અને છાત્રાલયોના બારી બારણાના દરવાજાને લેફ્ટ સાથે જોડાયેલા લોકો ખરાબ રીતે તોડી નાખ્યા છે.

આ હુમલા પછી આઈશી ઘોષે કહ્યું હતું કે ‘માસ્ક પહેરીને ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો છે. મારું લોહી વહી રહ્યું છે. મને નિર્દયતાથી માર મારવામાં આવ્યો.

READ ALSO

Related posts

પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીને આ દેશ સાથે જે કર્યું તે અત્યાર સુધીનો સૌથી મોટો કાંડ છે

Mayur

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!