GSTV

વાંસદાનાં દિગ્વીર પેલેસના ડીયર પાર્કમાં દિપડાનો આંતક, 2 હરણ અને 2 બચ્ચાનું કર્યુ મારણ

નવસારી વાંસદાના ઐતિહાસિક દિગ્વીર પેલેસના ડીયર પાર્કમાં દિપડોએ હરણનો શિકાર કર્યો હતો. ડીયર પાર્કમાં રહેલા ૧૫ હરણમાંથી ૨ હરણ તેમજ ૨ બચ્ચાનું દિપડાએ મારણ કર્યું હતુ.

છેલ્લા ૪ દિવસથી દિગ્વીર પેલેસના પરિસરની પાછળના પાર્કમાં રાત્રીના સમયે દિપડો શિકારની શોધમાં આવે છે. દિપડાને પાંજરે પુરવા પાર્કમાં કુલ ૮ પાંજરા મુકાયા છે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા પેલેસ પરિસરમાં નાઈટ વિઝન કેમેરા લગાવ્યા છે. ફોરેસ્ટ વિભાગ તેમજ નેશનલ પાર્કના અધિકારી દિગ્વીર પેલેસના પરિસરમાં પહોંચ્યા હતા.

દિગ્વીર પેલેસના રાજવી પરિવાર દ્વારા ફોરેસ્ટ વિભાગને પરિસરના હરણને સ્થળાંતર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ છે.

READ ALSO

Related posts

બિહાર ચૂંટણીઃ ચિરાગ પાસવાને આપ્યું વચન, સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર કરતા મોટુ બનશે સીતામંદિર

Mansi Patel

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

Nilesh Jethva

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!