GSTV
Home » News » અમદાવાદ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં ટ્રાફિક નિયમના લીરેલીરા ઉડ્યા

અમદાવાદ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં ટ્રાફિક નિયમના લીરેલીરા ઉડ્યા

ટ્રાફિક નિયમનના પાલનને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વાડ ચીભડા ગળે તે રીતે સરકારી કાર્યક્રમમાં નિયમનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વિવિધ સાધનો ખરીદવામાં આવ્યા છે. આ સાધનોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગાડીઓ રિવરફ્રન્ટના રસ્તા ઉપર મૂકી દેવામાં આવી

લોકાર્પણ કરવામાં આવેલ સ્પોર્ટ ટુ ડમ્પની ગાડીઓ રિવરફ્રન્ટના રસ્તા ઉપર મૂકી દેવામાં આવી હતી. એટલે કે રસ્તા પર પાર્કિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિક રસ્તા ઉપર પાર્ક કરે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ તો સરકારી કાર્યક્રમ હતો એટલે જાણે કોઈ નિયમ લાગુ પડતો ન હતો. રિવરફ્રન્ટના રસ્તા ઉપર ગાડીઓ પાર્ક કરી દેવામાં આવી અને તે પણ મોટી સંખ્યામાં, અહીં પ્રશ્ન એ થાય કે ટ્રાફિક પોલીસને આ ગાડીઓ નહીં દેખાતી હોય?

READ ALSO

Related posts

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari

જીવનમાં અનેક અડચણો આવતી હોય તો નવા વર્ષે કરો આ ઉપાય, ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!