GSTV

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા શહેરના આ એકમોને સીલ કરવામાં આવતા ફફડાટ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમા જાહેરમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ જાહેર જગ્યા પર થૂંકવું નહી વગેરે જેવી બાબતોનું પાલન કરવાની હોય છે. તેમ છતા શહેરના ઘણા વિસ્તારમાં આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું, જેની જાણ કોર્પોરેશનને થતા આવા એકમો સામે સામે લાલ આંખ કરી છે.

જેમા દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં પર આવેલ સેવીયર ફાર્માસિટિકલ કંપનીની ઓફીસનો સ્ટાફ માસ્ક પહેર્યા વગર કામ કરતો હતો, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવતું ન હોવાથી ઓફીસને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મેમેનગર વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડને સીલ કરવામાં આવ્યું છે. માસ્ક નહી પહેરવા બદલ મેકડોનાલ્ડને સીલ કરી દેવામાં આવ્યુ છે. મહત્વનુ છે આ પહેલા કોર્પોરેશન અમદાવાદ વન મોલને પણ સીલ કરી ચૂકી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં 1 કરોડથી વધારે મજૂરો વતન ચાલીને જવા થયા મજબુર, સંસદમાં ઉઠ્યો પ્રશ્ન

Mansi Patel

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

Mansi Patel

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!