GSTV

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહિદ

Last Updated on October 12, 2019 by Arohi

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા એક જવાને શહાદત વ્હોરી છે. જ્યારે અખનુર સેક્ટરમાં બે જવાન પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયા છે. પાકિસ્તાન  સરહદી વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યુ છે.

પાકિસ્તાને વહેલી સવારે રાજૌરી અને અખનૂર સેક્ટરમાં આવેલી ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની રેનજર્સને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં નાયક સુભાશ થાપા શહીદ થયા છે.

જેઓ ગોળીબારમાં ઘાયલ થયા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને હટાવવામાં આવતા પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે અને સીઝફાયરની આડમાં પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યુ છે.

Read Also

Related posts

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana

ટ્રીક/ WhatsApp પર આજે જ બદલી નાખો એક સેટિંગ, ફાલતુ ગ્રુપમાં કોઈ કરી નહિ શકે એડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!