GSTV
Home » News » વિનોદ ચાવડાનું રિપોર્ટ કાર્ડ : 2014માં મોદીએ આપેલી સરપ્રાઈઝ ગીફ્ટની કામગીરી કેવી રહી ?

વિનોદ ચાવડાનું રિપોર્ટ કાર્ડ : 2014માં મોદીએ આપેલી સરપ્રાઈઝ ગીફ્ટની કામગીરી કેવી રહી ?

SC અનામત આ બેઠક દાયકા કરતા વધુ સમયથી ભાજપનાં કબ્જામાં છે. કચ્છ બેઠક પર ભાજપે વિનોદ ચાવડાને ફરી રિપીટ કર્યા છે. ગત ટર્મમાં ચૂંટાયા બાદ તેમણે સંસદમાં કેવી કામગીરી કરી તેનો હિસાબ જોઇએ. વિનોદ ચાવડાને ર૦૧૪માં પસંદ કરીને પીએમ મોદીએ કચ્છને સરપ્રાઇઝ આપી હતી. વિનોદ ચાવડા સંઘ સાથે સંકળાયેલા છે. ર૦૧૦માં જિલ્લા પંચાયત લડીને રાજકીય કારકિર્દી શરૂ કરી. એ પછી સીધા જ તેમને લોકસભાની ટિકીટ મળી. ગત પાંચ વરસ દરમીયાન સંસદમાં તેમની કામગીરી પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • સંસદમાં વિનોદ ચાવડાની 84 ટકા હાજરી રહિ છે.
  • તેમણે સંસદમાં 227 સવાલો પૂછ્યા
  • ચાવડાએ સંસદમાં ચાલતી ચર્ચામાં સાત વખત ભાગ લીધો છે.
  • એક પણ ખાનગી બિલ રજુ નથી કર્યુ.

દરેક સંસદ સભ્યને તેમની ટર્મ દરમિયાન રપ કરોડની ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટના ઉપયોગમાં વિનોદ ચાવડાની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો.

કેટલું ભંડોળ વાપર્યુ?

  • કેન્દ્ર સરકારે 22.50 કરોડ રૂપિયા છુટા કર્યા
  • તેમાંથી વ્યાજ સાથે 25.44 કરોડ રૂપિયા
  • સાંસદ દ્વારા 30.77 કરોડનાં કામની ભલામણ કરાઇ
  • સાંસદની ભલામણ સામે 26.29 કરોડનાં કામો મંજૂર થયા
  • સાંસદની ગ્રાન્ટમાંથી 20.24 કરોડ એટલે કે 88.17 ટકા ગ્રાન્ટ વપરાઇ

જો કે વિનોદ ચાવડા માટે હવે રાહ આસાન નથી. કેમ કે મોરબી મત વિસ્તાર કચ્છ લોકસભા બેઠકમાં આવેલો છે. જ્યા પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર હતી. અહીના મતદારોનુ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વીરોધી વલણ જોવા મળ્યુ હતુ. આ વલણ ફરી જોવા મળે તો વિનોદ ચાવડાને મુશ્કેલી પડી શકે છે.અહીની સમસ્યાની વાત કરીએ તો. કચ્છમાં પાણીની સમસ્યા હજુ યથાવત છે. નર્મદાના પાણી હજુ પહોંચ્યા નથી. જે ભાજપને ભારે પડી શકે તેમ છે.

READ ALSO

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!