GSTV

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Last Updated on July 28, 2021 by Harshad Patel

ઓલિમ્પિકમાં ભારતના સૌથી મોટા ચંદ્રક આશાસ્પદ ખેલાડી રેસલર વિનેશ ફોગાટ મંગળવારે ફ્રેન્કફર્ટથી ટોક્યો જવા માટે તેની ફ્લાઇટ પકડી શકી નથી. તેના યુરોપિયન યુનિયન (ઇયુ) વિઝા એક દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયા હતા. ખેલો ((Olympics 2020) પહેલા જ હંગેરીમાં તપોતાના કોચ વોલર અકોસની પાસે તાલીમ લઈ રહેલ વિનેશને મંગળવારે રાત્રે ટોક્યો પહોંચવાનું હતું, પરંતુ જાપાની રાજધાની માટે કનેક્ટિંગ પ્લેનમાં ચડતા પહેલા તેને ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી.

રમતગમત ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ મામલો ખૂબજ ઝડપી ઉઠાવ્યો

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ મુદ્દાને સુલઝાવી દેવામાં આવ્યો છે. અને હવે તે બુધવારે ટોક્યો પહોંચશે. સૂત્રોએ જણાવ્યું કે આ એક ભૂલ હતી અને જાણી જોઈે એવું નહોતું કરવામાં આવ્યું. તેના વિઝા 90 દિવસ માટે માન્ય હતા, પરંતુ બુડાપેસ્ટથી ફ્રેન્કફર્ટ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તે 91 દિવસ માટે યુરોપિયન યુનિયનના વિસ્તારમાં હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રમતગમત ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ મામલો ખૂબજ ઝડપી ઉઠાવ્યો હતો. જે પછી ફ્રેન્કફર્ટમાં ભારતીય કોન્સ્યુલેટ આ મામલે સમાધાન માટે એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

ટોક્યો એરપોર્ટ પર કોવિડ -19 માટે ફરીથી તપાસ કરવામાં આવશે

વિનેશે આ રમતો માટે ફિઝિયો એક્રિડિટેશનની માગ કરી હતી. તે મંગળવારે રાત્રે ફ્રેન્કફર્ટ એરપોર્ટની એક હોટલમાં રોકાઈ હતી. તેને એરપોર્ટ પર નવો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવ્યો છે. આ અંગે સ્થાનિક આયોજન સમિતિને જાણ કરવામાં આવી છે. તેની ટોક્યો એરપોર્ટ પર કોવિડ -19 માટે ફરીથી તપાસ કરવામાં આવશે.

વિનેશને 53 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઈલ વર્ગમાં ગોલ્ડ મેડલની દાવેદારીના રૂપમાં જોવામાં આવી રહી છે. અને તે આ વર્ગમાં શીર્ષ પર છે. તેમની પ્રતિયોગિતા પાંચ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!