GSTV
Home » News » નિર્ભયાનાં દોષીત વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરી દયા અરજી, ફાંસીની તારીખ વધી શકે છે આગળ

નિર્ભયાનાં દોષીત વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરી દયા અરજી, ફાંસીની તારીખ વધી શકે છે આગળ

નિર્ભયા ગેંગરેપ કેસનાં આરોપીઓમાંનાં એક આરોપી વિનય શર્માએ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી છે. ત્યારે આવી સ્થિતીમાં એવું માનવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીએ આપવામાં આવેલી ફાંસી ફરીથી એક વખત રદ થઈ શકે છે. નિયમ મુજબ જો રાષ્ટ્રપતિ દ્રારા દયાની અરજી ના મંજૂર કરવામાં આવે તો નવું મોતનું ડેથ વોરંટ જાહેર કરવું પડશે.

અગાઉ ચારેય નરાધમોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ એક આરોપી મુકેશે રાષ્ટ્રપતિને દયા ની અરજી મોકલી હતી. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રારા તેની અરજી ફગાવી દીધી હતી, ત્યારપછી ફરીથી નવું ડેથ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ફ્રેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જુના મામલામાં જ્યારે તિહાડ પ્રશાસન અને દિલ્હી સરકારને દિલ્હી હાઈકોર્ટે મુકેશની અરજીની જાણકારી આપતા જણાવ્યું હતું કે નવું ડેથ વોરંટ જાહેર કરવું પડશે, ત્યારે કોર્ટે ફટકાર લગાવતા જણાવ્યું કે તમારું સિસ્ટમ કેન્સર બની ગયું છે.

જેનાથી આરોપીઓને મદદ મળી રહી છે. ત્યારે 1 ફ્રેબ્રુઆરીએ ફાંસીની તારીખ જાહેર કર્યા પછી નિર્ભયાની માતાએ જણાવ્યું કે કોર્ટ દ્રારા તારીખ પર તારીખ આવી રહી છે જ્યારે દોષીઓ ફાંસી પર લટકાશે ત્યાં સુધી તેમને શાંતી મળશે નહી.

તેમણે આ નિરાશા એટલા માટે જાહેર કરી હતી કે કારણકે નરાધમો દરરોજ ફાંસીને ટાળવા માટે કંઈકકને કંઈક જુગાડ લગાવી રહ્યા છે. આ વચ્ચે આરોપી મુકેશે સુપ્રીમ કોર્ટમાં એ અરજી દાખલ કરીને એ આરોપ લગાવ્યો હતો કે તિહાડમાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!