વિનય શાહની પત્ની કોર્ટ સમક્ષ રજૂ કરાઈ, 14 દિવસના રિમાન્ડની કરાઈ માગણી

અમદાવાદના 260 કરોડના કૌભાંડ અંતર્ગત વસ્ત્રાપુરના ત્રીજા ગુનામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા વિનય શાહની પત્ની ભાર્ગવીને જજ સમક્ષ રજૂ કરાઇ હતી. સાથે જ ધરપકડ કરાયેલા 25 એજન્ટોને પણ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમે ભાર્ગવીની રિમાન્ડ માટેના 28 જેટલા કારણો રજૂ કરી તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જ્યારે કે એજન્ટોના 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ છે. જજ દ્વારા ભાર્ગવીના રિમાન્ડની અરજી બુધવાર પર મુલતવી રાખવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter