GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Video: જે પેંગોલિનને કોરોનાનું કારણ ગણવામાં આવી રહ્યુ છે, તેની સાથે રમી રહ્યા છે લોકો

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. લોકડાઉનના કારણે રસ્તાઓ પર સન્નાટો છે અને લોકો પોતાના ઘરમાં કેદ તયા છે. લોકડાઉનમાં શહેરોમાં ફેલાયેલી શાંતિના કારણે જ હવે જંગલોમાં વસવાટ કરતી દુર્લભ પ્રજાતિના જાનવર પણ શહેરોની અંદર જ જોવા મળી રહી છે. એવામાં દુર્લભ જાનવરોમાથી એક પેંગોલિનને શનિવારે ઝરાખંડથી બચાવવામાં આવ્યા છે. દુનિયામાં સૌથી વધારે ગેરકાયદેસર રીતે પકડવામાં આવતા જનવરોમાંથી એક પેંગોલિન છે. જેને અહીંયાના કેટલાક ગ્રામીણોએ પકડી લીધો હતો. આ ગ્રામીણોનુ કહેવુ છે કે, તેમણે પેંગોલિનને ખેતરમાં ફરતા જોયુ હતુ.

વીડિયોને શેર કરતા ગુસ્સો જાહેર કર્યો

ભારતીય સેવા વન અધિકારી સુસાંતા નંદાએ ટ્વીટર પર આ વીડિયોને શેર કરતા ગુસ્સો જાહેર કર્યો હતો. તેમણે વીડિયો થકી તે જણાવ્યુ છે કે, ગ્રામીણ પેંગોલિનને કેવી રીતે હેરાન કરી રહ્યા છે. યૂનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, ઝારખંડના કેટલાક ગ્રામીઓને પેંગોલિનને ખેતરમાં ફરતો જોયો તો, તેને પકડીને લઈ આવ્યા હતા. આ વાતની જાણકારી વન વિભાગના અધિકારીઓને થતા જ તેમણે આ માહિતી સ્થાનિય પોલીસ સ્ટેશનને આપી હતી.

પેંગોલિન કેટલો ડરેલો છે

સૂસાંતા નંદાએ વીડિયો શરે કરતા લખ્યુ કે, તમે જોઈ શકો છો કે, પેંગોલિન કેટલો ડરેલો છે અને ત્યાં હાજર લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે. નંદાએ ગ્રામીઓનુ આ રીતે પેંગોલિનને પરેશાન કરવાની નિંદા કરતા લખ્યુ છે કે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે લોકો પેંગોલિનની પૂંછડી પકડીને તેને પરેશાન કરવામાં આવી રહ્યો છે.

ચીને પેંગોલિને લઈ કર્યો હતો આ દાવો

ઉલ્લેખનીય છે કે, ચીની વૈજ્ઞાનિકોએ કેટલાક દિવસ પહેલા પેંગોલિનમાં એવો વાયરસ મળવાની પુષ્ટિ કરી હતી. જે દુનિયામાં બરબાદી ફેલાવી રહેલા કોરોના વાયરસથી મળતો આવે છે. ચીનની સાઉથ ચાઈના એગ્રીકલ્ચર યૂનિવર્સિટિના સંશોધનકર્તાઓએ કેટલાક સમય પહેલા જ કહ્યુ હતુ કે, કોરોના વાયરસ માટે પેંગોલિન જવાબદાર છે. તેમનો દાવો છે કે, માણસોમાં સંક્રમણ ફેલાવવાનુ કારણ પેંગોલિન છે. તેમનુ કહેવુ છે કે, કોરોના વાયરસ ચામાચિડીયામાંથી પેંગોલિન અને બાદમાં પેંગોલિનમાંથી માણસોમાં પહોંચ્યો છએ. જોકે, ત્યારે દુનિયાભરના વિશેષજ્ઞોએ આ રિસર્ચ પર પ્રશ્ન કર્યા હતા.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે સંબંધો કેમ અચાનક બગડી ગયા, 1 કે 2 નહીં ચોંકાવનારા છે 10 કારણો

Dilip Patel

રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Nilesh Jethva

હાલમાં ભારત નહી આવે વિજય માલ્યા, UK હાઈ કમિશને કહી આ મોટી વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!