GSTV

વોટ માંગવા પહોંચ્યા નીતીશના મંત્રી તો ગામલોકોએ લઇ લીધો ઉધડો, શબ્દશુન્ય મંત્રી બચીને ભાગ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓ પોતાના વિસ્તારોમાં વોટ માંગવા માટે મુલાકાતો કરી રહ્યા છે તો ઘણી જગ્યાએ નેતાઓ અને મંત્રીઓને લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. મામલો છે બિહારના મોતીહારી વિધાનસભા વિસ્તારનો જ્યાં વોટ માંગવા માટે પહોંચેલા કલા સંસ્કૃતિ મંત્રી પ્રમોદ કુમારે ગામ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી થઇ ગઈ હતી કે ગામના યુવકોના સવાલોની વણઝારથી ડરી ગયેલા મંત્રીના પરસેવા છૂટી ગયા હતા. તેઓ એનકેન ઓરકારે ત્યાંથી નીકળવા માટે વ્યાકુળ થઇ ગયા હતા. અને ઘણી મુશ્કેલી બાદ તેઓ ગામની બહાર નીકળી શક્યા.

મામલો છે મોતિહારી વિધાનસભા વિસ્તારનો

મોતિહારી વિધાનસભા વિસ્તારના કાલા સંસ્કૃતિ મંત્રી પ્રમોદ મુકર સિંહ ચૂંટણી મેદાને છે. પ્રમોદ કુમાર સિંહ આ દિવસોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ જ ઘટનાક્રમમાં વોટ માંગવા માટે તેઓ પોતાના સમર્થકો સાથે શહેરના અમર છતૌની પંચાયતમાં પહોંચ્યા હતા.

મંત્રી

વોટની અપીલ કરતા ઘેરાઈ ગયા ભીડમાં

મંત્રી પ્રમોદ કુમારે જેવા હાથ જોડીને લોકો સામે વોટ આપવાની અપીલ કરી કે તુરંત લોકોની ભીડે તેમને ઘેરવાનું શરૂ કરી દીધું. ભીડના સવાલોની વણઝાર વચ્ચે મંત્રી પ્રમોદ કુમાર ખુદને બચાવતા નજરે પડ્યા. લોકોએ બિસમાર રસ્તાઓ અને બેહાલ જીવનને લઈને મંત્રી પ્રમોદ કુમારને બરોબરની ખરીખોટી સંભળાવી.

મંત્રી પાસે ન હતો કોઈ જવાબ

લોકોના સવાલોનો મંત્રી પ્રમોદ કુમારે પાસે કોઈ જવાબ ન હતો. તેઓ આ દરમ્યાન લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમને વાત કરવાની તક સુદ્ધા ન મળી. ત્યારબાદ પ્રમોદ કુમારે ત્યાંથી નીકળી જવાનું ઉચિત સમજ્યું.

શબ્દશુન્ય મંત્રી હાથ જોડીને નીકળી ગયા

જયારે તેઓ અહીંથી નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા તો વારંવાર ભીડ તેમને પોતાની વચ્ચે ઘેરતી રહી. આ દરમ્યાનતેઓ રીતસરના વિવશ હોય તેવું જોવા મળ્યું. બાદમાં જયારે તેમને કઈ જ ના સુજ્યું તો તેઓ હાથ જોડીને તુરંત ત્યાંથી બહાર નીકળી ગયા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

Nilesh Jethva

લોકડાઉનના અજબગજબ કિસ્સા/ પત્નીને પતિમાં દેખાય છે ભાઈ, સાસૂમાં પોતાની માતા દેખાય છે, કંટાળેલા પતિએ છૂટાછેડા માગ્યા

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ તેમને અને તેમની પુત્રીને ફરી નજરબંધ કરવાનો આક્ષેપ લગાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!