GSTV
Home » News » બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક પરણેલી મહિલા અને પ્રેમીને ગ્રામીણોએ તાલિબાની સજા આપી છે. પરિવારે જ્યારે આ મહિલાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ તો પ્રથમ તો તેને ઢોર માર માર્યો અને બાદમાં દોરડા વડે બાંધી દીધા. પહેલા આ મહિલાને સજા આપવામાં આવી ત્યાર બાદ મહિલા અને તેના પ્રેમીના નાક કાપી નાખવામાં આવ્યા. આ ઘટના અયોધ્યાના પટરંગામાં આવેલા ખંડ પિપરા ગામનો બનાવ છે. ગંભીર હાલતમાં મહિલા અને તેના પ્રેમીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પહેલા મહિલાનું નાક કાપ્યુ

જ્યારે મહિલા તેના પ્રેમી મળવા નિકળી તો સૌથી પહેલા પ્રેમીને ઝડપી પાડ્યો. પ્રેમી ઝડપાઈ જતાં પરિવારજનો અને ગામના લોકો ગુસ્સે ભરાયા હતા. ઘટના સ્થળ પર આ મહિલા આવતા જોયું તો તેના પ્રેમીને ગામલોકો મારી રહ્યા હતો, જેનો તેણે વિરોધ કર્યો. આ જોઈ ગામલોકોએ બંનેને દોરડા વડે બાંધી દીધા. ત્યાર બાદ આ મહિલાને પહેલા તો સજા આપવાનું વિચાર્યું અને બાદમાં આવું જ તેના પ્રેમી સાથે પણ કર્યું.

બંને પ્રેમી પંખીડાને પોલીસને હવાલે કરાયા

ત્યાર બાદ આ બંનેને ગામલોકોએ પોલીસના હવાલે કરી દીધા. પોલીસે આ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. બંનેની હાલત એટલી ખરાબ હતી કે, તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કરવાનું વિચાર્યું છે. આ મહિલા મોટા ભાગે પ્રેમીને પોતાના જ ઘરમાં બોલાવી રંગરેલીયા મનાવતા હતા. આ બધું પરિવારની છાનામાના કરવામાં આવતું હતું. વખતે પણ તેનો પ્રેમી બે દિવસથી ઘરમાં છુપાઈને રહ્યો હતો, પણ પકડાઈ જતાં આ ભાંડો ફૂટ્યો હતો.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

Mayur

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!