ભારત વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. અહીં તમને ઘણા એવા ગામો જોવા મળશે જેના પોતાના અલગ જ કાયદા અને નિયમો છે. જેમકે હિમાચલ પ્રદેશમાં એક ગામ છે, જેનો પોતાનો કાયદો છે. ત્યાં દેશનું બંધારણ પણ એક રીતે લાગુ પડતું નથી. તેવું જ એક ગામ છે જ્યાં તેઓના પોતાના અલગ નિયમો છે. અહીંના લોકો જૂતા અને ચપ્પલ પહેરતા નથી. એટલું જ નહીં આ નિયમ બહારથી આવતા લોકોને પણ લાગુ પડે છે.
અહીં વાત થઇ રહી છે આંધ્ર પ્રદેશના વેમાના ઈન્ડલુ ગામની. તિરુપતિથી 50 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં 25 પરિવાર રહે છે. ગામની કુલ વસ્તી 80 લોકોની છે. જો કે ગામ ઘણું નાનું છે, પરંતુ અહીંના નિયમો અને પરંપરાઓ અનોખી છે. ગામના મોટાભાગના પરિવારો અભણ છે અને સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે. એવું કહેવાય છે કે ગામના લોકો કોઈપણ અધિકારી કરતાં તેમના દેવતા અને સરપંચને વધુ માન આપે છે.

બીમારીમાં મંદિરની પરિક્રમા કરે છે
એક રિપોર્ટ અનુસાર અહીં પાલવેકરી સમુદાયના લોકો રહે છે અને પોતાની ઓળખ દોરાવરલુ તરીકે આપે છે. આંધ્ર પ્રદેશમાં આ જાતિને પછાત વર્ગમાં રાખવામાં આવી છે. હવે અહીંના નિયમોની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે અહીં કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં નથી જતું. તેઓ માને છે કે તેઓ જે ભગવાનની પૂજા કરે છે તે દરેક વસ્તુનું ધ્યાન રાખશે. લોકો ભગવાન વેંકટેશ્વરની પૂજા કરવા માટે તિરુપતિ પણ નથી જતા, કારણ કે ગામમાં જ એક મંદિર છે, જેમાં તેઓ પૂજા કરે છે. બીમાર હોય ત્યારે અહીં લીમડાનું ઝાડ છે, તેની પરિક્રમા કરે છે, પરંતુ હોસ્પિટલ જતા નથી.
તમને જાણીને નવાઈ લાગશે કે આ નિયમ એટલો કડક છે કે જો કોઈ બહારથી આવે તો તેણે પણ પગરખાં ઉતારીને ગામમાં જવું પડે છે. ઉચ્ચ અધિકારીઓએ પણ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે. બીજી એક પરંપરા છે કે ગામમાં જો કોઈ બહારથી આવે તો તે સ્નાન કર્યા વિના પ્રવેશે નહીં.પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ગામની બહાર રાખવામાં આવે છે, અને ત્યાં તેમને બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો