GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એક એવુ ગામ જ્યાં લોકો રક્ષાબંધનના તહેવારથી એટલા ડરે છે, કે ક્યારેય નથી બાંધતા રાખડી

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને સુરક્ષાની કસમ ખાવા માટેનો પર્વ માનવામાં આવે છે. પણ યુપીના ગોંડા જિલ્લામાં એક એવુ પણ ગામ છે, જ્યાં રક્ષાબંધન મનાવવાનું તો દૂર પણ આ તહેવારનું નામ પણ લેતુ નથી. આ ગામનું નામ છે, જગતપુરવા. જો આવુ કરે તો, તેમના મનમાં પૂર્વે બનેલી ઘટનાઓ સામે તરવરવા લાગે છે. તેથી તેઓ આ પર્વથી દૂર રહે છે.

યુપીના આ ગામમાં લગભગ 20 ઘર છે. જેમાં લગભગ 200 બાળકો, વૃદ્ધ અને નવયુવાનો રક્ષાબંધનનું નામ સાંભળતા જ કાંપવા લાગે છે. આઝાદી મળ્યાના 8 વર્ષ બાદ અહીં વર્ષો વિતી ગયા પણ આજ સુધી આ ગામના ભાઈઓના હાથ રાખડીઓ વગરના રહે છે. ત્યાં સુધી કે, બહારની બહેનો પણ આ ગામના યુવાનોને રાખડી બાંધવાની ના પાડે છે.

યુવાનોના મોત બાદ નથી મનાવતા રક્ષાબંધન


આ ગામના લોકો જણાવે છે કે, પાંચ દાયકા પહેલા રક્ષાબંધનના દિવસે સવારે એક તરવરીયા યુવાનું મોત થઈ ગયું. ત્યારથી આ ગામના લોકો અને બહેનો ભાઈને રાખડી બાંધતી નથી. જ્યારે જ્યારે પણ બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રક્ષા બાંધવાનું વિચારે છે, ત્યારે કોઈના કોઈ ભાઈનું મોત થાય છે. તેથી આવુ કરવાનું કોઈની હિંમત થતી નથી. આજે પણ આ ડર બહેનોનો રાખડી બાંધતા રોકે છે.

READ ALSO

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ, ઓરસંગ સહિત જિલ્લાની તમામ નદીઓ બેકાંઠે

pratik shah

રાજસ્થાનમાં ગેહલોત સાથે ભાજપનું ગઠબંધન?, વસુંધરાની પાંખો કાપવા નેતાઓ થયા સક્રિય

Karan

યૂપીમાં ‘પરશુરામ પોલિટિક્સ’, રાતોરાત માયા-અખિલેશ-કોંગ્રેસને બ્રાહ્મણો યાદ આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!