OMG! આ ગામમાં જન્મે છે જુડવા બાળકો, જાણો શું છે કારણ

સમગ્ર વિશ્વમાં અનેક રહસ્યો જોવા મળે છે. જેનાં તળ સુધી પહોંચવું ખુબ જ અશક્ય હોય છે. જો કે ભારત પણ વિવિધતા અને અજાયબ માન્યતાઓથી ભરપૂર દેશ છે. ભારત દેશમાં એક ગામ એવું છે. જે ગામને “ટ્વીન ટાઉન”, “વિલેજ ઓફ ટ્વિન્સ” તરીકે ઓળખવામાં આવે છે. આ ગામને ટ્વિન શબ્દથી જોડવામાં આવ્યું છે, કારણ કે આ એવું ગામ છે જ્યાં અડધા કરતા વધારે જુડવા બાળકો જન્મ લે છે. જુડવા(ટ્વિન્સ) બાળકો જન્મ લેતા હોવાને કારણે આ ગામને ટ્વિન ટાઉન કહેવામાં આવે છે.

આશ્ચર્યજનક વાત એ છે કે જે લોકો આ ગામ છોડીને અન્યત્ર રહેવા જાય છે. તેવા સ્થળાંતરીત લોકોનાં ઘરે પણ જુડવા બાળકો જન્મે છે.

દેશનાં દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય કેરળ પોતાનાં ઉચ્ચ શિક્ષણ દરને કારણે આગળ છે. જો કે કેરળનાં મલપ્પુરમ જિલ્લાનું કોડિન્હી ગામ એક અજાયબી સમાન છે. આ ગામ તિરૂગંડી શહેરની નજીક આવ્યું છે. આંકડા અનુસાર છેલ્લા 65 વર્ષમાં આ ગામમાં ટ્વિન્સ (જુડવા) બાળકોની 250 જોડી જન્મી છે. ડોક્ટરોનું કેહવું છે કે જો કે જુડવા જન્મ લેતા બાળકોની સંખ્યા ઘણી વધારે છે.

2008નાં આંકડા પ્રમાણે, આ ગામમાં 2000 પરિવારો રહે છે. ડોક્ટરો એ કોયડાને ઉકલવાનાં ખુબ પ્રયત્નો કર્યા કે અહિ જુડવા બાળકો કેમ જન્મ લે છે? જો કે ડોક્ટરો નિષ્ફળ નિવડ્યા છે.

2008માં થયેલી 300 હેલ્ધી પ્રસુતિમાં 15 જુડવા બાળકો પેદા થયાં હતાં. આ પહેલા પાંચ વર્ષમાં જુડવા બાળકોની 60 જોડી પેદા થઈ હતી. એટલે કે કુલ 120 બાળકો એક સરખા જન્મ્યા હતાં. જુડવા બાળકોનો આંકડો દર વર્ષે વધતો જાય છે.

ગામ લોકોનું કહેવું છે કે,છેલ્લી ત્રણ પેઢીથી અમારા ગામમાં જુડવા બાળકો પેદા થાય છે. વૈજ્ઞાનિક રીતે ડોક્ટરો આ બાબતનો ઉકેલ શોધી રહ્યા છે. જો કે હજુ સુધી તબીબો સફળ થયાં નથી. જો કે ડોકટરોનું અનુમાન છે કે આ ગામનાં લોકો કોઈ એવી વસ્તુ ખાય-પી છે,જેને કારણે જુડવા બાળકો પેદા થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter