GSTV

આશ્ચર્યજનક/ આ ગજબ ગામ વસેલું છે જમીનથી 3000 ફૂટ નીચે, બાહરી દુનિયા સાથે નથી કોઈ સબંધ

ગામ

Last Updated on November 15, 2021 by Damini Patel

અમેરિકાની વાત આવતા જ બધાના મગજમાં મોટી મોટી ઇમારતો આવે છે, ગાડીઓ, ફેશનેબલ લોકો દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકામાં એક એવું ગામ છે જે ખુબ પછાત છે. એની સાથ જ ચોંકાવનારી વાત એ છે કે આ ગામ જમીનની ઉપર નહિ પરંતુ 3,000 ફિટ નીચે છે.

ગ્રાન્ડ કેન્યોન નામની ખીણ અમેરિકામાં ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે લગભગ 55 લાખ લોકો ખાસ કરીને એરિઝોના ફરવા આવે છે. આની નજીક હવાસુ કેન્યોન પાસે એક ઊંડી ખાડીમાં આવેલું ગામ છે. ગામનું નામ સુપાઈ છે પણ તે નીચે હોવાથી અંડરગ્રાઉન્ડ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લોકો એક અલગ જ દુનિયામાં રહે

લગભગ 208 લોકોના આ ગામમાં અમેરિકાના મૂળ રેડ ઈન્ડિયન જ રહે છે. તમને જણાવી દઈએ કે, આજના આધુનિક યુગમાં પણ આ ગામ સાવ પછાત છે. ગામના લોકો ખૂબ પછાત છે. આવી સ્થિતિમાં આ લોકો એક અલગ જ દુનિયામાં રહે છે. ગ્રામજનોના પોતાના રિવાજો છે. અહીં ફરવા માટે કોઈ ટેક્સી કે કાર ઉપલબ્ધ નથી. ગામમાં પહોંચવા કે ફરવા માટે પગપાળા કે ખચ્ચર પર જવું પડે છે. આ સાથે 1-2 વિમાનો અહીં આવે છે જે આ ગામને નજીકના હાઈવે સાથે જોડવાનું કામ કરે છે.

મૂળભૂત રીતે, ગામને શહેર સાથે જોડતો કોઈ પાકો રસ્તો નથી. શહેરમાં પહોંચવા માટે ઘોડા, ખચ્ચર અથવા વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે. ગામ ભલે શહેરી સુવિધાઓથી દૂર હોય. પરંતુ પોસ્ટ ઓફિસ, કાફે, બે ચર્ચ, લોજ, પ્રાથમિક શાળાઓ અને કરિયાણાની દુકાનો છે. ગામના લોકો હવાસુપાઈ ભાષા બોલે છે. ઉપરાંત તેઓ બીનની શીંગો અને મકાઈની ખેતી કરે છે. લોકો મીણની ટોપલીઓ વણાવે છે અને રોજગાર માટે શહેરોમાં વેચે છે.

ગામમાં ફોન, ઈમેલ, ફેક્સની સુવિધા નથી

સુપાઈ ગામ એટલું પછાત છે કે અહીં પત્રો પહોંચાડવામાં ઘણો સમય લાગે છે. વાસ્તવમાં આ કામ પણ ખચ્ચર કે ઘોડા પર બેસીને કરવાનું હોય છે. ગામમાં ફોન, ઈમેલ, ફેક્સની સુવિધા નથી. અમેરિકા જેવા દેશમાં આટલું પછાત ગામ હોવું ખૂબ જ આશ્ચર્યજનક છે. આ ઉપરાંત ગામમાં પહોંચવા માટે ઝાડીઓમાંથી પસાર થવું પડે છે. વચ્ચે ભુલભુલામણી જેવી ઘણી ખાડીઓ પણ છે.

દર વર્ષે હજારો લોકો ગામની મુલાકાતે આવે છે. પરંતુ આ ગામની વિશેષતા એ છે કે અહીં જતા પહેલા હવાસુપાઈની આદિજાતિ પરિષદની પરવાનગી લેવી પડે છે. આ સિવાય તમે તેમના નિયમોનું પાલન કરીને જ ગામમાં રહી શકો છો.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!