ભાજપનો વિકાસ!! યોગી સરકારનાં રાજ્યનું આ આખુ ગામ ભીખારી છે, પેઢી દર પેઢી ભીખ જ માંગે છે

ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાનું એક એવું ગામ જ્યાં માત્ર ભિખારી જ રહે છે. અહીં માતા-પિતાના મનમાં બાળકોના જન્મ સાથે જ તે ડૉક્ટર અથવા એન્જિનિયર બનશે એવું સ્વપ્ન નથી આવતું, પરંતુ તેઓ પહેલેથી જ નક્કી કરી લે છે કે તેમનો પુત્ર અથવા દીકરી ભિખારી બનશે. બેવર થાણા ક્ષેત્રમાં આવેલા નગલા દરબારી નામનાં આ ગામમા 30 પરિવાર વસવાટ કરે છે.

અહીં આજે પણ લોકો માટીના મકાનમાં રહે છે. તેમની પાસે કોઈ ઘર નથી અને ગામમાં કોઈ રસ્તો પણ નથી. વિદ્યુત-પાણી જેવી વ્યવસ્થા તો દૂર પણ અહીં લોકો તંગહાલીમાં રહેવા માટે મજબૂર છે.

વર્ષ 1958માં જૌહરનાથનાં પિતા ખ્યાલીનાથ પરિવાર સાથે આ ગામમાં રહેવા આવ્યાં હતા. જૌહરીનાથ જણાવે છે કે કોઈ ગુજર-બસરનો ધંધો ન રહ્યો એટલે તેના પિતૃનો નાગોને બીન પર નચાવીને પોતાનું ગુજરાન કરવાનું શરૂ કર્યું હતું. જો કે આ કામથી પણ ભરણ પોષણ ન થયું તો અમે ભીખ માંગીને પેટ ભરવા લાગ્યાં. હવે ભીખ માંગવો જ અમારો વ્યવસાય બની ગયો છે.

સરકારની બધી યોજનાઓ આમની પહોંચથી દૂર છે, જેના કારણે આ ગામના લોકોએ પોતાની અલગ પાઠશાળા ખોલી છે. તેઓ બાળકોને સાપને વશ કરવાનું શીખવે છે. આ ગામમાં 200થી વધુ લોકો રહે છે અને આશરે 100 રૂપિયા રોજિંદા કમાણી કરે છે. નગલા દરબારીમાં રહેનારા લોકો પેઢી દર પેઢીથી ભીખ માંગતા આવે છે. આ લોકો સાપ દેખાડીને ભીખ માંગવાના ચકકરમાં તિહાડ જેલમાં પણ ગયા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter