GSTV
Home » News » લેસ્બિયન સંબધ હોવાના એકરાર કર્યો, ત્યારબાદ ભારતની આ સ્ટાર એથ્લેટનો સાથ તેના પરિવારે….

લેસ્બિયન સંબધ હોવાના એકરાર કર્યો, ત્યારબાદ ભારતની આ સ્ટાર એથ્લેટનો સાથ તેના પરિવારે….

ભારતને એશિયન ગેમ્સમાં મેડલ અપાવનાર સ્ટાર એથ્લેટ દુતી ચંદે જ્યારથી પોતે લેસ્બિયન હોવાની કબૂલાત કરી છે ત્યારથી તેનુ આખુ ગામ જ નહી પણ પરિવાર પણ તેના વિરોધમાં આવી ગયુ છે. ઓરિસ્સાના ગોપાલપુરની રહેવાસી દુતી ચંદે તાજેતરમાં કહ્યુ હતુ કે, મારા એક મહિલા સાથે સબંધો છે અને હું તેની સાથે ઘર સંસાર માંડવા માંગુ છું.જોકે આ જાહેરાત બાદ ગામના લોકો દુતી ચંદ પર રોષે ભરાયેલા છે.એક ગ્રામજનનુ કહેવુ છે કે, આ સબંધોને અમે સ્વીકારી શકીએ તેમ નથી.તેણે આ અંગે આખી દુનિયા સમક્ષ જાહેરાત કરવાની જરુર નહોતી.

ખુદ દુતી ચંદનો પરિવાર પણ તેના આ નિર્ણય સાથે નથી.દુતી ચંદની માતાએ કહ્યુ હતુ કે, અમે એવા સમુદાયમાંથી આવીએ છે જ્યાં આવા સબંધોને પરવાનગી નથી હોતી.અમે અમારા સબંધીઓને શું જવાબ આપીશું?દુતીના પિતાએ તો પુત્રીના સબંધોને અધર્મ ગણાવીને કહ્યુ છે કે, મને વિશ્વાસ નથી થતો કે મારી પુત્રી આવુ કરી શકે છે. દુતી અને તેની પાર્ટનર માટે જોકે હવે ગામમાં રહેવુ મુશ્કેલ થઈ ગયુ છે.ઘણાને તેમની સુરક્ષાની પણ ચિંતા થઈ રહી છે.દુતીની પાર્ટનરે ગામ છોડી દીધુ હોવાના પણ અહેવાલ છે.

દુતી કહે છે કે, જે શહેરમાં હું ભણી હતી ત્યાં લોકો મારો સપોર્ટ કરી રહ્યા છે પણ મને ખબર નથી કે મારા ગામના લોકો અને પરિવારના સભ્યો મારી સાથે ઉભા રહશે કે નહી.આ માટે મારે રાહ જોવી પડશે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયામાં આવી નવી મુસીબત: પહેલાં આગ હવે આ ખતરનાક કરોળિયો, 15 જ મિનિટમાં લઈ લે છે જીવ

Mansi Patel

ડીપ નેક ગાઉનમાં પ્રિયંકાનો કાતિલ અંદાજ, રેડ કાર્પેટ પર છવાયો ‘દેશી ગર્લ’નો સેક્સી લુક

Bansari

એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચવા સરકારે બહાર પાડ્યો ટેન્ડર લેટર, શરતો કરી હળવી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!