GSTV
Home » News » દિલ્હીના દંગલમાં મોદીજીના મંત્રીનો વાણી વિલાસ, દેશના ગદ્દારોને મારો ગોળી…

દિલ્હીના દંગલમાં મોદીજીના મંત્રીનો વાણી વિલાસ, દેશના ગદ્દારોને મારો ગોળી…

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં નેતા અનુરાગ ઠાકુર પોતાનાં નિવેદનનાં કારણે વિવાદોમાં આવી ગયા છે. તેમણે સોમવારે દિલ્હીમાં એક ચૂંટણી રેલી દરમ્યાન મંચ પરથી દેશનાં ગદ્દારોને ગોળી મારવાનાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપનાં સાંસદે કહ્યું કે દેશનાં ગદ્દારોને ગોળી મારો…. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગદ્દારોને ભગાડવા માટે સૂત્રોચ્ચાર પણ કરવો જરૂરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતની અસ્મિતાને બચાવવાનો મદ્દો જણાવ્યો હતો. ત્યારે મચ પર હાજર અન્ય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે કમળનું બટન દબાવ્યા પછી જ આ ગદ્દારો મરશે.

વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ

વિડિયો પોસ્ટ કર્યો

વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે પોતાનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનુરાગ ઠાકુરનો આ વિડિયો પોસ્ટ કરીને તેમનાં પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રશાંત ભૂષણએ જણાવ્યું કે લોકોને ઉશ્કેરવા માટે તેમને જેલની સજા થાય તે જરૂરી છે. આ થયું છત્તાં તે(અનુરાગ ઠાકુર) મંત્રી મંડળમાં છે.

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. અને 11મીએ પરિણામ આવશે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાનો દમ દાખવી દીધો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઘણા મંત્રીઓને પ્રચારમાં ઉતાર્યા છે.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!