GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

આ કારણે વિક્રમ સારાભાઈને ખરાં અર્થમાં કહેવાય છે ‘અવેન્જર’

ભારતે આજે ચંદ્ર તરફ ડગ માંડ્યા છે અને મંગળ યાત્રાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક સેટેલાઈટ ભારતે છોડ્યા છે અને તે પણ આપબળે. આ બધી જ સિદ્ધિના પાયામાં ડૉ વિક્રમ સારાભાઈની દિર્ધદ્રષ્ટી, મહેનત અને દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના જ છે. 12મી ઓગસ્ટે જન્મેલા વિક્રમ સારાભાઈનું આ વર્ષ જન્મશતાબ્દિનું વર્ષ છે. ત્યારે જાણીએ અવકાશ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઈની સિદ્ધિઓ.

વિજ્ઞાનના પિતામહ

1919ની 12 ઓગસ્ટે અમદાવાદમાં જન્મેલા ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દિ દેશભરમાં મનાવવામાં આવી રહી છે. તેમને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ કહેવાય છે. કારણે કે હજુ તો ભારતને આઝાદી પણ મળી ન હતી અને તેઓએ અવકાશ વિજ્ઞાનની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી. રશિયાએ જ્યારે પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક લોન્ચ કર્યો પછી વિક્રમ સારાભાઈએ ભારત સરકારને અવકાશ સંશોધનની સંસ્થા સ્થાપવા મનાવી લીધી હતી, તે સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષની જ હતી.

ધરતી પર તો તેમના નામે અનેક સંસ્થાઓ છે પરંતુ અવકાશમાં પણ ગુજરાતના આ અવકાશ વિજ્ઞાની પહોંચી ચુક્યા છે. ચંદ્ર અને અન્ય બાહ્ય અવકાશી ગ્રહો ઉપગ્રહ પરના ખાડા જેને ક્રેટર પણ કહેવાય તેને નામ આપવાની પ્રથા છે. ચંદ્ર પરના અનેક ક્રેટરને વિક્રમ સારાભાઈની યાદમાં સારાભાઈ ક્રેટર નામ અપાયું છે. આ ક્રેટર એટલે વિશાળ ખાડો જે 8 કિલોમીટરનો વ્યાસ ધરાવે અને તેની ઊંડાઈ 1.7 કિલોમીટર હોય છે.

અગણિત સંસ્થાઓ ઉભી કરી

વર્ષ 1947માં કેમ્બ્રિજમાંથી ભણીને ભારત આવ્યાં બાદ વિક્રમ સારાભાઈએ સૌથી પહેલું કામ ભૌતિક વિજ્ઞાનના સંશોધન માટે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપનાનું કર્યું હતું. પીઆરએલ આજે ભારતની અતી મહત્વની વિજ્ઞાન સંસ્થા છે અને ઈસરોના નેજા હેઠળ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કામ કરે છે. જો કે વિક્રમભાઈએ આવી અનેક સંસ્થાઓ ઊભી કરી હતી જેમકે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર-તિરૂવનંતપુરમ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-અમદાવાદ, ફાસ્ટર બ્રીડર ટેસ્ટ રિએકટર જેવી ડઝન જેટલી સંસ્થાઓ તેમને ઊભી કરી હતી. વિજ્ઞાન સંસ્થાઓ ઉપરાંત વિક્રમભાઈએ ભારતમાં પ્રથમ વખત ઓપરેશન રિસર્ચ ગ્રુપ નામે માર્કેટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની પણ સ્થાપના કરી હતી.

બુદ્ધિજીવીઓને એકઠા કર્યા

ભારતમાં ભણીને યુવા સંશોધકોને યોગ્ય કામ ન મળે તો વિદેશની વાટ પકડે છે, આઝાદીના સમયે પણ આવી જ સ્થિતિ હતી. બ્રેઈન ડ્રેઈન એટલે કે ભારતીય બુદ્ધિધન વિદેશોમાં ખેંચાઈ જતું હતું. જો કે ભારતમાં પણ અનેક ધુરંધર સંશોધકો પણ હતા પરંતુ તેઓ એકજુટ ન હતા. જેમાં એપીજે અબ્દુલ કલામ, પ્રોફેસર ઈવી ચિટનીસ, પ્રોફેસર પીડી ભાવસાર, ડૉ વસંત ગોવરીકર, પ્રોફેસર પીઆર પીશારોટ, ડૉ પ્રમોદ કાળે, ડૉ એસસી ગુપ્તા, એઈ મુથુન્યાગમ, આર અર્વામુદનને ડૉ સારાભાઈએ ભેગા કર્યા એટલું જ નહીં તેમને રોકેટ બનાવવાની પ્રેકટિકલ જાણકારી ન હોવા છતાં આ નિષ્ણાંતો પ્રોત્સાહિત કરી રોકેટ તૈયાર કરાવડાવ્યું હતું. વિક્રમ સારાભાઈની દિર્ધદ્રષ્ટીને કારણે જ અવકાશ ક્ષેત્રે ભારતનું નામ આજે વિશ્વભરમાં ગુંજ્યું છે જે અવકાશી સિદ્ધિથી વિશેષ કંઈ જ નથી.

READ ALSO

Related posts

કોરોનાની દવા હોવાનું કહી ગેરમાર્ગે દોરનારાને થશે બે વર્ષની સજા, એક લાખના દંડની પણ જોગવાઈ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, જવાનોએ કર્યો આતંકીઓનો ઘેરાવ

Pravin Makwana

25 સ્કૂલોમાં નોકરી કરી એક કરોડનો પગાર મેળવનારી શિક્ષિકાની ધરપકડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!