GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ચંદ્રયાન-2માંથી અલગ થયેલું વિક્રમ લેન્ડર, 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર થશે લેન્ડ

ચંદ્રયાન-2 મિશનને લઇને ઇસરોને વધુ એક સફળતા મળી. ઇસરોએ એલાન કર્યું છે કે ચંદ્રયાન-2ના ઓર્બિટરથી વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક અલગ થયું. હવે છ સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે સાત સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે.

Chandrayaan Mission

ઇસરો ચંદ્રયાન-2 મિશનમાં વધુ એક ડગલું આગળ વધ્યું છે. આ સાથે જ ચંદ્રયાન-2 મિશન પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું. સોમવારે ઓર્બિટરમાંથી વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક છૂટું પડ્યું. ઇસરોના વૈજ્ઞાનિકો માટે આ મોટી સફળતા છે. હવે તેમની સામે માત્ર પ્રજ્ઞાન રોવરનો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો એક મોટો પડકાર છે.

ભારતે જ્યારે ચંદ્રયાન મિશન માટે રશિયા પાસેથી લેન્ડરની માગણી કરી હતી. ત્યારે તેમણે લેન્ડર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિકોની અથાગ પ્રયાસથી તેમણે સ્વદેશી લેન્ડર વિકસીત કર્યું.. જેનું વિક્રમ રાખવામાં આવ્યું. આ નામ ઇસરોના સંસ્થાપક અને ભારતીય અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યું. શરૂઆતી ડિઝાઇન ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદે બનાવી હતી. બાદમાં તેને બેંગાલુરૂના યુઆરએસસીએ વિકસીત કરી હતી.

ઇસરોના સૌથી શક્તિશાળી ત્રણ તબક્કાવાળા રોકેટ જીએસએલવી-એમક3-એમ1એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અવકાશ કેન્દ્રથી 22 જુલાઇએ ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ કર્યું હતુ. પ્રક્ષેપણ બાદ ચંદ્રયાન-2એ ઓગષ્ટ-14ના રોજ પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્રના પથ પર આગળ વધવાનું શરૂ કર્યું હતુ.

ઇસરોની વિક્રમી સિદ્ધિ 

  • ભારતે ચંદ્રયાન મિશન માટે રશિયા પાસેથી કરી હતી લેન્ડરની માંગણી
  • રશિયાએ લેન્ડર આપવાનો કયાર્યો હતો ઇન્કાર
  • ભારતીય વૈજ્ઞાનિકોએ અથાગ પ્રયાસથી વિકસીત કર્યુ સ્વદેશી લેન્ડર
  • લેન્ડરનું નામ રાખવામાં આવ્યું વિક્રમ
  • ઇસરોના સંસ્થાપક વિક્રમ સારાભાઇના નામ પરથી રખાયું નામ
  • શરૂઆતી ડિઝાઇન ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદમાં બની
  • બેંગાલુરૂના યુઆરએસસીએ કરી વિકસીત

READ ALSO

Related posts

જૂનાગઢ જીલ્લામાં જળબંબાકાર, ભારે વરસાદના પગલે ગઢાળી ગામ બન્યું સંપર્ક વિહોણું

Nilesh Jethva

Gmailમાં આવી રહેલી આ સમસ્યાનું આવી ગયું નિવારણ, Inboxમાં Spam Mailની ભરમાર

Bansari

NHAIનો સૌથી મોટો નિર્ણય, આના આધારે નક્કી થશે રસ્તાઓની રેન્કિંગ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!