GSTV

હાય રે મોંઘવારી: વિકાસ ઘેલા લોકો એક સમયે એવી વાતો કરતા હતા પેટ્રોલ ડીઝલ ભલે 200નું થાય તે પણ બૂમ પાડી ગયા

Last Updated on October 14, 2021 by pratik shah

રાજ્યમાં અને દેશમાં ભયંકર વિવિધ વસ્તુઓમાં મોઘવારી જોવા મળી છે. પેટ્રોલ- ડિઝલ શાકભાજી સહિતની જીવનજરૂરીયાતની વસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વિકાસને વરેલા લોકો એક સમયે એવી વાતો કરતા હતા પેટ્રોલ ડીઝલ ભલે 200નું થાય તે લોકો તો બૂમ પાડી જ ગયા છે. પરંતુ મરો થયો છે સામાન્ય વર્ગના લોકોનો. કેમકે પેટ્રોલ ડીઝલમાં જે રીતે ભાવો સળગ્યા છે તે માત્ર પેટ્રોલ ડીઝલ પૂરતા નહીં પરંતુ દરેક ચીજવસ્તુઓના ભાવોને ભડકે બાળી રહ્યા છે….આમ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોથી દિવાળી પહેલા મોંઘવારીનો મહાબોંબ ફૂટ્યો છે.

પેટ્રોલ
  • પેટ્રોલ ભલે 200નું થાય ડિઝલ ભલે દોઢસોનું થાય પણ વાત તો વિકાસની જ કરીશું..
  • આવી વાતો કરનારા પણ હવે પેટ્રોલ ડીઝલના ભાવોથી લાલચોળ થઇ ગયા છે..
  • અને હવે આવી વાતો કરતા બંધ થઇ ગયા છે
  • કેમકે આવી વાતો કરનારાને પણ છેલ્લે તો પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભા રહીને પેટ્રોલ ડીઝલ તો 100 રૂપિયાને વટાવી ગયેલા ભાવોનું જ પુરાવાનું છે.
  • આમ હવે પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોએ લોકોની હાલત એવી કરી નાખી છેકે લોકો તમાચો મારીને પરાણે ગાલ લાલ રાખવા જેવો ઘાટ ઘડાયો છે….
  • હવે ભલભલા લોકો પણ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોથી બૂમ પાડી ગયા છે…
  • આવું જ દર્દ અમદાવાદના રહીશોમાં જોવા મળ્યું.
ફુગાવો

વડોદરામાં પણ એક સમયે વટથી પેટ્રોલની ટાંકી ફૂલ કરાવતા લોકો પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોથી એટલા ફૂલ થઇ ગયા છેકે તેઓ પણ બૂમો પાડવા લાગ્યા છેકે આવી તો કેવી મોંઘવારી.. તો રંગીલા રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટ સંચાલકોએ 10 થી 12 ટકાનો ભાવ વધારો ઝીંકી દીધો છે જેના પરિણામ સ્વરૂપ દરેક ચીજવસ્તુઓ મોંઘી થવા લાગી છે.

READ ALSO

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!