GSTV

વિકાસ દુબેની માતાએ જ પોલીસને કરી અપીલ, પુત્રને મોતને ઘાટ ઉતારવાની કહી વાત

વિકાસ દુબે

Last Updated on July 4, 2020 by Arohi

કાનપુરમાં થયેલી અથડામણમાં વોન્ટેડ આરોપી વિકાસ દુબેની માતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે, વિકાસ પોલીસ સામે સરેન્ડર કરે અથવા પોલીસ તેને મોતને ઘાટ ઉતારી દેશે. વિકાસે ગુનાહિત કામ કર્યા છે. જેથી પોલીસે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. વિકાસના નામે હત્યા અને હત્યાના પ્રયાસના અનેક ગુનોઓ નોંધાયા છે. શુક્રવારે હિસ્ટ્રીશિટર વિકાસ દુબેની ધરપકડ માટે ગયેલી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જેમા આઠ જેટલા પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. જે બાદ પોલીસે કાનપુર જિલ્લાની બોર્ડર સીલ કરી હતી.

લાંબો અપરાધી ઈતિહાસ ધરાવે છે વિકાસ દુબે

હવે વાત કરીયે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની તો તે એક લમ્બો અપરાધી ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2001માં તેના વિરુદ્ધ ભાજપના નેતાની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ હતી. જોકે બાદમાં તેને આ મામલે સજા નહોતી થઇ. તો હમણાં જ તેના વિરુદ્ધ વધુ એક કેસ નોંધાયો છે. આ મામલે તેની ધરપકડ કરવા માટે પોલીસ કાફલો બિકરુ ગામ પહોંચ્યો હતો.

રાજકીય નેતાઓનું સંરક્ષણ

ભારતીય રાજનીતિમાં અપરાધી અને નેતાઓ વચ્ચે સાંઠગાંઠ કોઈ નવી વાત નથી. વિકાસ દુબે 90ના દશકમાં વિસ્તારમાં એક સામાન્ય ગુંડો હતો ત્યારે તેને ઘણીવાર પોલીસ મારામારીની ઘટનામાં પકડીને લઇ જતી હતી. પરંતુ તેને છોડાવવા સ્થાનિક કદાવર નેતાઓ અને ધારાસભ્યો સુધીના મોટા માણસોના ફોન આવી જતા. વિકાસ દુબેને સત્તાનું સંરક્ષણ પણ મળ્યું અને તે એક વાર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યો હતો. તેના ઘરના લોકો ત્રણ ગામના સરપંચ પણ રહી ચુક્યા છે. જો મીડિયા રિપોર્ટનો સંદર્ભ લઈએ તો વિકાસ દુબે પર ઘણા કેબિનેટ મંત્રીઓ નો પણ હાથ છે.

જતાઈવાળી રાજનીતિમાં હથિયાર બન્યો હતો વિકાસ દુબે

કાનપુરના જે વિસ્તાર માંથી વિકાસ દુબે આવે છે વાસ્તવમાં તે બ્રાહ્મણ બહુમતએ ધરાવતો વિસ્તાર છે પરંતુ આ વિસ્તારના રાજકારણમાં પછાત જ્ઞાતિઓના નેતાઓનું પણ ખાસ્સું પ્રભુત્વ હતું. આ પ્રભાવને ઓછો કરવા માટે નેતાઓ વિકાસ દુબેનો ઉપયોગ કરતા. તો બીજી બાજુ, વિકાસની નજર વિસ્તારમાં વધતી કિંમતો અને વસૂલી પર હતી. પછી શું હતું, અહીંથી જ સત્તાના સંરક્ષણમાં વિકાસ દુબેના આતંકની શરૂઆત થઇ. જોકે, બાદમાં તેનું નામ એવા કિસ્સામાં સામે આવ્યું જેમાં ઉપલી જાતિના નેતાઓના નામ પણ સામેલ હતા. વાસ્તવમાં, ત્યાંસુધીમાં વિકાસ દુબેનો આતંક વધી ગયો હતો.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!