‘મેં વિકાસ દૂબે હું કાનપુરવાલા’ સમગ્ર દેશમાં આ નામ ગૂંજ્યું હતું. આ એક ગેંગસ્ટરે દેશના રાજકારણ અને પોલીસને હચમચાવી દીધું હતું. તેણે સિસ્ટમ સામે જ ઘણા સવાલો પેદા કરી દીધા હતા. આઠ પોલીસ કર્મચારીઓની હત્યા થયા બાદ પોલીસે વિકાસ દૂબનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. હવે એવી વિગતો સામે આવી છે કે વિકાસ દૂબે પર એક વેબ સિરીઝ બની રહી છે.

ડાયરેક્ટર મનીષ વાત્સલ્ય દ્વારા એક વેબ સિરીઝની તૈયારી ચાલી રહી છે જેનું નામ છે હનક. આ સિરીઝ મારફતે વિકાસ દૂબેની ગેંગસ્ટરની દુનિયાની ઝલક દેખાડવામાં આવશે. મનીષે આ અંગે જણાવ્યું હતું કે વિકાસ દૂબે માનવ અસ્તિત્વનું મોટું ઉદાહરણ છે. તેનામાં કેટલીક એવી ખામીઓ જોવા મળી છે જેનાથી હું આકર્ષિત થયો છું. તેની ખામીઓના આધારે સમાજને એક સંદેશ આપી શકાય છે જે સમયની માગ છે.
સિરીઝ અંગે રિસર્ચ થઈ રહ્યા છે જે પબ્લિક ડોમેઇનમાં છે તેને તો ચકાસવામાં આવે જ છે પરંતુ તે સિવાય પણ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. મનીષ કહે છે કે મને માત્ર વાર્તા કહેવામાં આવી હતી અને મારે તેને રિડિઝાઇન કરવાની છે.

આવડી મોટી સિરીઝ બની રહી છે તો તેના કલાકારો વિશે જાણવાની પણ આતુરતા હોય પણ મનીષનું કહેવું છે કે આ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પણ આ સિરીઝમાં અનુભવી કલાકારોને તક અપાશે જેઓ તેમની ફિલ્ડમાં નિષ્ણાત હોય.
READ ALSO
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો