GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

એક જ સપ્તાહમાં વિકાસ દુબેના 5 માણસોના એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. વિકાસ દુબેનું પણ નક્કી જ હતું, પરંતુ તેણે ઉજ્જૈનમાં જાતે સરેન્ડર કર્યું. શુક્રવારે સવારે કાનપુરથી માત્ર 17 કિમી દૂર જ તેનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. જે રીતે વિકાસ દુબેની ધરપકડ સામે સવાલ ઉભા થયા હતા, તે રીતે તેના એન્કાઉન્ટર સામે પણ સવાલ ઉભા થયા છે.

ઉજ્જૈનથી ઝડપાયો વિકાસ

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ બાદ પહેલાં ચર્ચા હતી કે વિકાસને ચાર્ટડ પ્લેન દ્વારા ઉજ્જૈનથી ઈન્દોર અને ત્યાંથી યુપી લાવવામાં આવશે. પરંતુ ગુરુવારે સાંજે અચાનક જ તેને બાય રોડ લઈ જવાનો નિર્ણય લેવાયો. સાંજે ઉજ્જૈનથી એમપી પોલીસ વિકાસને ઝાંસી સુધી લઈ ગઈ હતી.

પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

વિકાસને જ્યારે ઝાંસીમાં એમપી પોલીસે યુપી પોલીસના હવાલે કર્યો ત્યારે ત્યાં 10 ગાડીઓ તૈયાર હતી. તેમાં એક ગાડીમાં વિકાસને બેસાડવામાં આવ્યો. બાકીની ગાડીઓ આગળ-પાછળ હતી. મીડિયા પણ આ ગાડીઓનો પીછો કરી રહી હતી. ભારે વરસાદ પણ થઈ રહ્યો હતો. આ સંપૂર્ણ કાફલામાં એક્સિડન્ટ માત્ર તે ગાડીનો થયો જેમાં વિકાસ બેઠેલો હતો. પોલીસની બાકી કોઈ ગાડી કે મીડિયાની કોઈ ગાડીને કઈ નુકસાન ન થયું.

મીડિયાને રોકવા માટે અચાનક ચેક પોસ્ટ લગાવી

આરોપ છે કે, કાફલા સાથે જતી મીડિયા ગાડીઓને રોકવા માટે વચ્ચે અચાનક ચેક પોસ્ટ લગાવી દેવામાં આવી હતી. આ કારણથી મીડિયાની ગાડીઓ પાછળ રહી ગઈ હતી. ત્યારપછી જાણવા મળ્યું કે, વિકાસ દુબે જે ગાડીમાં હતો તે પલટી ખઈ ગઈ છે અને તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. એન્કાઉન્ટર પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તે વાતનો જવાબ નથી આપ્યો કે શું મીડિયાને રોકવા માટે જ અચાનક ચેકિંગ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

આટલા ખૂંખાર હત્યારાના હાથ કેમ છૂટા રાખ્યા

એ પણ મોટો સવાલ છે કે, જેના પર 60થી વધારે કેસ હોય, જેણે 8 પોલીસની હત્યા કરી હોય તેને ગાડીમાં કેમ હાથકડી કેમ નહતી પહેરાવી? કારણકે ઘટના પછી એવું કહેવામાં આવ્યું છે કે, એક્સિડન્ટ પછી તુરંત વિકાસે પિસ્તોલ છીનવી અને ભાગવાનો પ્રયત્ન કર્યો અને તેણે STFની ટીમ પર ગોળી પણ ચલાવી. પોલીસ તો ઈચ્છતી હતી કે તે સરન્ડર કરી દે, પરંતુ તે ના માન્યો પછી જવાબી કાર્યવાહીમાં તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું.

અનેક નેતાઓ નામ આવી શકતા…

યુપીના પૂર્વ ડીજીપી વિક્રમ સિંહે જણાવ્યું કે, વિકાસની પૂછપરછ થઈ હોત તો ઘણાં મોટા નામો સામે આવ્યા હોત. જેમાં IAS, IPS અને નેતાઓના નામ પણ સામે આવી શકે છે. વિકાસનું ઉજ્જૈનમાં પકડાવવું સમજણની બહાર છે.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું અપમાન

એન્કાઉન્ટર સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. પહેલું જેમાં કોઈ આરોપી પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. બીજુ જ્યારે પોલીસ કોઈ ગુનાખોરને પકડવા જાય છે અને તે સામે હુમલો કરી દે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે,CRPCની કલમ 176 હેઠળ દરેક એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ જરૂરી છે. પોલીસને દરેક અથડામણ પછી ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને ગોળીઓનો હિસાબ આપવાનો હોય છે. પોલીસને એન્કાઉન્ટરનો અધિકાર નથી. માત્ર પોતાની સુરક્ષાનો અધિકાર છે. ગુનાખોરથી પોતાનો જીવ બચાવવા માટે પોલીસકર્મી ગોળી ચલાવી શકે છે અને તેમા કોઈ ગુનાખોર મરી જાય તો તેને સાબિત કરવું પણ જરૂરી છે.

વિકાસ ફરતો રહ્યો, પોલીસ શોધતી રહી

વિકાસ દુબે 4 રાજ્યોમાંથી થઈને 1250 કિમીનું અંતર કાપીને ઉજ્જૈન પહોંચ્યો હતો તે જ વાત એક મોટી સસ્પેન્સ હતી. ઉજ્જૈનમાં તેની ધરપકડ સામે પણ સવાલ ઉભા થયા હતા. એક દિવસ પહેલાં એટલે કે બુધવારે બપોરે ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન પ્રભારી અને ચોકી પ્રભારીની ટ્રાન્સફર થઈ હતી. રાત્રે કલેક્ટર આશીષ સિંહ અને એસપી મનોજ સિંહ મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેનો દાવો છે કે, તેઓ એક મીટિંગ માટે ગયા હતા.

ગુરુવારે સવારે વિકાસ દુબે મંદિર પરિસરમાં ફરતો જોવા મળ્યો હતો. અહીં પોલીસની ગાંધીગીરી દેખાઈ હતી. વિકાસ પોતે જ મંદિરની બહાર આવ્યો અને પોલીસવાળા પાછળ ચાલતા હોય તેવુ દેખાતુ હતું. મીડિયા આવ્યું ત્યારે તેને કોલરથી પકડવાનો દેખાવો કરવામાં આવ્યો. કોઈ પોલીસવાળાના હાથમાં દંડો શુદ્ધા નહતો. મંદિરની અંદર વિકાસના ફોટો-વીડિયો કોણે બનાવ્યા તે કોઈને નથી ખબર.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!