GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગેંગસ્ટર Vikas Dubey Encounter કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, દાખલ કરાઈ PIL

Vikas Dubey Encounter: કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેને આખરે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. મધ્યપ્રદેશથી કાનપુર લાવતા સમયે એસટીએફના ઓફિસર્સ દ્વારા તેને ઠાર મારવામાં આવ્યો છે. જોકે, એન્કાઉન્ટર બાદ આ ઘટના પર ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે. મીડિયાથી લઈને સામાન્ય જનતામાં સવાલો ઉઠી રહ્યા છે. દરમ્યાન, આ એન્કાઉન્ટરને લઈને સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.

આ મામલે જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે આ અરજીની સુનાવણી શુક્રવારે જ કરવામાં આવે તેવી માંગ થઇ છે.

જાહેર હિતની અરજી કરનાર વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયનું કહેવું છે કે 10 જુલાઈના રોજ જ સુનાવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુરુવારે દાખલ કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે વિકાસ દુબેને એન્કાઉન્ટરથી બચાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે,

તેની સાથે જ તેના ઘર, મોલને તોડી પાડવા મામલે FIR દાખલ કરવા, સમગ્ર મામલાની તપાસ CBI ને સોંપવા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે ક્યારે સુનાવણી હાથ ધરે છે.

વકીલનું શું કહેવું છે?

વકીલે ગુરુવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીમાં વિકાસ દુબેના એન્કાઉન્ટરની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ વિકાસ દુબેએ મધ્યપ્રદેશ જઈને આત્મસમર્પણ કર્યું હતું જથી તે એન્કાઉન્ટરથી બચી શકે. એવામાં ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે.

કેવી રીતે થયું એન્કાઉન્ટર

મહત્વપૂર્ણ છે કે વિકાસ દુબેની ગુરુવારે ધરપકડ બાદ એસટીએફની ટિમ તેને લઈને ઉજ્જૈનથી કાનપુર આવી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એસટીએફના કાફલામાં એક ગાડી પલટી ખાઈ ગઈ હતી. જે ગાડીમાં વિકાસ દુબેને લવાઈ રહ્યો હતો તે ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી, અકસ્માત બાદ વિકાસ દુબેએ પોલીસના હથિયાર છીનવી ભાગવા પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસના ગોળીબારમાં વિકાસ દુબે ઠાર મરાયો હતો.

Related posts

આત્મહત્યા કરવા નદીમાં કુદેલા વ્યક્તિને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમે કર્યો અજીબ સવાલ, ‘ભાઈ તને Corona તો નથી ને…’

Arohi

ઓ બાપરે… એક એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે કોરોના પોઝિટીવ દર્દીઓ હચમચી જશે, આ લોકોને ફરી થયો કોરોના

Mansi Patel

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!