કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર કુખ્યાત ગેંગસ્ટર વિક્સ દુબેની છેલ્લા કેટલાય દિવસોથી પોલીસ શોધખોળ કરી રહી હતી. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. યુપી પોલીસે વિકાસ દુબેનીઉજ્જૈન ધરપકડ કરી છે.
Vikas Dubey, the main accused in #KanpurEncounter case, has been arrested at a police station in Ujjain (Madhya Pradesh) pic.twitter.com/104s1YX4Pf
— ANI (@ANI) July 9, 2020
મળતી માહિતી મુજબ કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે વિકાસ દુબેએ મહાકાલેશ્વર મંદિરની રશીદ કપાવી હતી અને બાદમાં તે ખુદ પોલીસ સમક્ષ સરન્ડર થયો હતો. હાલ, સ્થનિક પોલીસે તેને જાપ્તામાં લઇ લીધો છે. ઉત્તર પ્રદેશ પોલીસે વિકાસ દુબેની ધરપકડની ખરાઈ કરી છે.

Vikas Dubey was going to Ujjain Mahakal temple when he was identified by security personnel. Police were informed, he confessed his identity after being pushed for it. He has been apprehended by police & interrogation is underway: Ashish Singh, Ujjain Collector #MadhyaPradesh https://t.co/tBNHn3pwuw
— ANI (@ANI) July 9, 2020
વધુમાં મળતી માહિતી મુજબ, વિકાસ દુબેએ સ્થાનિક મીડિયાને પોતાના આત્મસમર્પણની માહિતી આપી હતી. ત્યારબાદ, ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન પાસે તેણે સ્થાનિક પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ, પોલીસે આરોપી વિકાસ દુબેની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. વિકાસના આત્મસમર્પણના સમાચાર બાદ એસટીએફની ટિમ ઉજ્જૈન જવા રવાના થઇ ગઈ છે,
મંદિર બહાર પોતાના નામની બૂમો પાડી
મળતી માહિતી મુજબ, વિકાસ દુબે મહાકાલેશ્વર મંદિરની બહાર ઉભો હતો, ત્યાંથી તેને સ્થાનિક મીડિયાને પણ જાણ કરી. જયારે સ્થાનિક મીડિયા આવ્યું તો તેણે હું વિકાસ ડૂબે છું કરીને બૂમો પાડી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને તેની ધરપકડ કરી મહાકાલ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
ધરપકડને લઈને નિવેદન નથી આપી રહ્યા એમપી ગૃહ રાજ્યપ્રધાન
મધ્યપ્રદેશના ગૃહ રાજ્ય પ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે કે વિકાસ ડૂબે હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. ધરપકડ કેવી રીતે થઇ આ અંગે કઈ પણ કહેવું હાલ યોગ્ય નથી. મંદિરની અંદરથી ધરપકડ થઇ કે બહારથી થઇ તે પણ કહેવું યોગ્ય નથી. તેણે શરૂઆતથી જ ક્રુરતાની હદો પાર કરી દીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કાનપુર હત્યાકાંડ થયા બાદથી જ તેમણે પોલીસને એલર્ટ કરી દીધી હતી.
યુપી પોલીસને હાથ તાળી દઈ ઉજ્જૈન પહોંચ્યો દુબે
2 જુલાઈની રાત્રે 8 પોલીસ કર્મચારીઓની હત્યા કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ગેંગસ્ટર વિકાસ દુબેની શોધખોળમાં લાગી ગઈ હતી. ઠેરઠેર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા હતા. સમગ્ર ઉત્તર પ્રદેશને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, વિકાસ દુબેના સાગરીતોને ઠાર મારવામાં આવ્યા હતા. છતાં, વિકાસ દુબે યુપી પોલીસની પકડ બહાર રહ્યો હતો. અને આખરે, તે ઉત્તર પ્રદેશ પોલીસને હાથતાળી દઈ હરિયાણા થી લઇ મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચી ગયો હતો.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસની હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના બે સાથીઓ ને પોલીસે ઠાર કર્યા છે. ઈટાવામાં રણબીર શુક્લા અને કાનપુરમાં પ્રભાત મિશ્રાને ઠાર મારવામાં આવ્યો છે. પોલીસ સાથે અથડામણ દરમ્યાન પ્રભાત મિશ્રાએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતુ અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમ્યાન પોલીસે તેને ઠાર કર્યો હતો. પોલીસે પ્રભાત મિશ્રાની ફરીદાબાદથી ધરપકડ કરી હતી. અને તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
READ MORE
- ક્રિકેટ : પ્રેક્ષકો માટે સ્ટેડિયમના દરવાજા ખૂલશે કે નહીં એ હવે ગુજરાત પર નિર્ભર, આ રાજ્યમાં તો ખાલી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ
- શું તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન
- ઓવૈસી બંધુઓની એન્ટ્રી : AIMIM પાર્ટીના આગમનથી કોંગ્રેસના ધારાસભ્યોમાં ફફડાટ, માઈનોરિટી વોટ વહેંચાશે
- પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, આતંકી ઘૂસણખોરી માટે બનાવેલી 30 ફૂટ ઊંડે ટનલનો બીએસએફ જવાનોએ કર્યો પર્દાફાશ
- સુરત પોલીસ ક્યારે લેશે એક્શન/ હવે તો વીડિયો પણ વાયરલ થયાં, જાહેરમાં લોકો રમી રહ્યા છે જૂગાર