આ કઇ ફિલ્મ છે ? જેણે બાહુબલી અને રણબીરની સંજુનો રેકોર્ડ તોડી નાખ્યો !

એ.આર.મુરગોદાસની ફિલ્મો બનાવવાની કળા કમાલની છે. એ કોઇ પણ સ્ટારને લઇ ફિલ્મ બનાવે. બોક્સઓફિસ પર એ ફિલ્મ ઘોડાની માફક દોડવા લાગે છે. 2008માં આમિર ખાન સાથે ફિલ્મ ગજની બનાવેલી. જે સૂર્યાને લઇ બનાવવામાં આવેલી ફિલ્મ ગજનીની જ રિમેક હતી. તો અક્ષય કુમારને લઇ હોલીડે બનાવી. જે તેની જ ફિલ્મ થપ્પુકીની રિમેક હતી.

છેલ્લે બોલિવુડમાં મુરગોદાસની ફિલ્મ અકિરા કંઇ ખાસ કમાલ ન દાખવી શકી. જોકે અમદાવાદમાં મહેશ બાબુને લઇ શૂટ કરેલી ફિલ્મ સ્પાઇડરે કમાણીના નવા વિક્રમો બનાવેલા. પણ યાદ છે હોલીડે મુરગોદાસે ઓરિજનલ કોની સાથે બનાવી હતી ? થલ્લપથ્થી વિજય સાથે. મુરગોદાસે વિજય સાથે જેટલી પણ ફિલ્મો બનાવી છે તે બધી ફિલ્મોએ બોક્સઓફિસ પર રીતસરની ટંકશાળા પાથરી દીધી છે. વિજય સાથે મુરગોદાસની જોડી કાયમ હિટ રહી છે. ઓરિજનલ હોલીડે થપ્પુકી હોય કે કાથી હોય. તમામ ફિલ્મો સુપરહિટ રહી છે.

અને દિવાળી પર ધમાલ મચાવવા માટે આજોડી પરત ફરી છે. ફિલ્મનું નામ છે સરકાર. જેણે રિલીઝ થતા જ બાહુબલી ધ કન્કલુઝનજેવી ફિલ્મને હરાવી દીધી છે. આખરે બાહુબલીનો ક્યો રેકોર્ડ તોડ્યો છે આ ફિલ્મે ?

ફિલ્મે કેરાલામાં બાહુબલીના પહેલાદિવસના વકરાને તોડી નાખ્યો છે. અત્યાર સુધી કેરાલમાં બાહુબલીનો રેકોર્ડ એકચક્રિયશાસન ભોગવી રહ્યો હતો. આ ઉપરાંત રજનીકાંતની કાલાના રેકોર્ડને પણ ફિલ્મે તોડ્યો છે.મંગળવારે રિલીઝ થયેલી આ ફિલ્મે જોત જોતામાં 50 કરોડની કમાણી કરી લીધી છે.બોલિવુડમાં ઠગ્સ ઓફિ હિન્દોસ્તાન ફિલ્મ ફ્લોપ ગઇ છે, પરંતુ હિટ ગઇ હોત તો પણસાઉથમાં વિજય સામે આમિર ખાનનું સ્ટારડમ ન ચાલી શકેત તે માનવું રહ્યું.

બીજી તરફ પોલિટીકલ થ્રીલર ફિલ્મસરકારે આ વર્ષની સુપરહિટ ફિલ્મ સંજુના પહેલા દિવસના 34 કરોડના રેકોર્ડને તોડ્યોહોવાનું પણ સામે આવ્યું છે. સંજુની સામે આ ફિલ્મે 36 કરોડ પ્લસની કમાણી કરીહોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

સરકાર રિજનલ ફિલ્મ હોવા છતા 3200સ્ક્રિન સાથે વિશ્વના 82 દેશોમાં રિલીઝ કરવામાં આવી છે. હજુ તો માત્ર ત્રણ દિવસથયા છે ત્યારે આગામી સમયમાં આ ફિલ્મ રેકોર્ડનો નવી વણઝાર અચૂક સ્થાપશે. ફિલ્મ જોકેહિન્દીમાં રિલીઝ નથી થઇ જેથી તેની કમાણી બાહુબલી જેટલી ઓલઓવર કમાણી નહીં થાય તેમાનવું રહ્યું.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter