GSTV
India News Trending

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના / વિજયવાડા થર્મલ પાવર સ્ટેશનમાં લિફ્ટનો કેબલ તૂટતા 3 લોકોના કમકમાટીભર્યો મોત, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

આંધ્રપ્રદેશના વિજયવાડા થર્મલ પાવર સ્ટેશનમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. એક લિફ્ટનો કેબલ તૂટી જતા 3 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના દરમિયાન લિફ્ટમાં 8 લોકો હાજર હતા. દુર્ઘટનાની સૂચના મળતા જ VTPS સ્ટાફ અને કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘાયલોને ભારે જહેમત બાદ બહાર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. VTPS સ્ટાફે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના બાદ થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓની ઘટના સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે જ લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લિફ્ટ ઘણી ઊંચાઈથી નીચે પડી છે.

આ અગાઉ યુપીના ગ્રેટર નોઈડામાં લિફ્ટમાંથી પડી જતા યુવાન એન્જિનિયરનું મોત થઈ ગયુ હતું. ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 150માં એક ઈમારતમાં બાંધકામ ચાલી રહ્યુ હતું. ઈમારતના બાંધકામ માટે મટીરિયલ ઉપરની માળ પર પહોંચાડવા માટે અસ્થાઈ લિફ્ટ લગાવવામાં આવી હતી. કંપની દ્વારા 28 વર્ષીય રિતિક રાઠોડ જે વ્યવસાયે એન્જિનિયર હતો તે આ કામચલાઉ લિફ્ટને ઉતારવા માટે પહોંચ્યો હતો. સોમવારે સાંજે લગભગ 4:15 વાગ્યાના સુમારે જ્યારે લિફ્ટ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે લિફ્ટમાં વધુ વજન હોવાથી તે 25માં માળેથી નીચે તૂટી પડી હતી.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV