આજે આસો સુદ દશમ, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ

આજે આસો સુદ દશમ એટલે કે વિજયા દશમી. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રીરામે આ જ દિવસે રાવણનો વધ કર્યો હતો. આ ઉપરાંત માં નવદુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસ સાથે નવ-નવ દિવસ યુદ્ધ કરી દસમા દિવસે તેને હણ્યો હતો. આમ અસત્ય પર સત્યના વિજય તરીકે મનાવવામાં આવતા દશેરાની દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતના તમામ શહેરો અને નગરો ઉપરાંત વિવિધ રાજ્યોમાં ઠેર-ઠેર રાવણ.કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે. સાથે જ ભવ્ય આતશબાજીના કાર્યક્રમો પણ યોજાશે. વર્તમાન સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સહિત તમામ ચીજવસ્તુઓમાં ભાવના વધારાને કારણે મોંઘવારી આસમાને પહોંચી છે. આમ આદમી માટે ઘરના બે છેડા ભેગા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે અનેક સ્થળોએ મોંઘવારીરૂપી રાવણનું દહન કરવામાં આવશે. આ ઉપરાંત દશેરા એ ભારતીય સંસ્કૃતિમાં વીરતાનું પૂજક અને શૌર્યનું ઉપાસક પર્વ છે. ક્ષત્રીયો આજના દિવસે વિધિવિધાનપૂર્વક શસ્ત્રપૂજન કરશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter