Last Updated on February 28, 2021 by Bansari
જો તમે વિજયા બેંક (Vijaya Bank) અથવા દેના બેંક (Dena Bank)ના ગ્રાહક હોય તો આ ખબર તમારા માટે મહત્વની છે. આમ તો આ બંને બેંકોનો વિલય 1 એપ્રિલ 2019ના રોજ બેંક ઑફ બરોડામાં થઇ ગયો છે પરંતુ તમામ પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગે છે. બેંક ઑફ બરોડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો તમે પણ વિજયા બેંક અને દેના બેંકના IFSC કોડનો ઉપયોગ કરતાં હોય તો નવો IFSC કોડ અપડેટ કરી લો, કારણ કે 1 માર્ચ 2021થી તે કામ કરવાનું બંધ કરી દેશે. તેવામાં જૂના કોડથી ટ્રાન્જેક્શન શક્ય નહીં બને.

દેના અને વિજયા બેંકની 3898 બ્રાન્ચોનું ઇંટિગ્રેશનનું કામ પહેલા જ પૂરૂ કરવામાં આવી ચુક્યુ છે. દેના બેંકની 1770 બ્રાન્ચોનું ઇંટિગ્રેશન ડિસેમ્બર મહિનામાં અને વિજયા બેંકની 2128 બ્રાન્ચોનું ઇંટિગ્રેશન સપ્ટેમ્બર 2020માં જ પૂરૂ કરી લેવામાં આવ્યું હતુ. આ બંને બેંકોના 5 કરોડ કસ્ટમર્સને સફળતાપૂર્વક બેંક ઑફ બરોડાના પ્લેટફોર્મ પર માઇગ્રેશનનું કામ પૂરૂ કરવામાં આવી ચુક્યુ છે. આ ઉપરાંત એટીએમ, પીઓએસ મશીન, ક્રેડિટ કાર્ડ માઇગ્રેશનનું પણ કામ પૂરુ થઇ ચુક્યુ છે. હવે બેંક ઑફ બરોડાની કુલ 8248 ડોમેસ્ટિક બ્રાંચ થઇ ગઇ છે સાથે જ પૂરા દેશમાં 10318 એટીએમ મશીન લાગેલા છે. બેંકના તમામ ગ્રાહક હવે ડિજિટલ ચેનલ, બરોડા M-connect Plus અથવા Baroda Connect સેવાનો પણ લાભ લઇ શકો છો.

કેવી રીતે મળશે નવો IFSC કોડ
નવો IFSC કોડ મેળવવા માટે બેંક ઑફ બરોડાની ઑફિશિયલ વેબસાઇટ પર જવાનુ છે. આ ઉપરાંત રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી 8422009988 પર એસએમએસ મોકલી શકો છો. તેના માટે ટાઇપ કરવાનું છે ‘MIGR (space) જૂના એકાઉન્ટ નંબરના છેલ્લા 4 ડિજિટ’. કોઇપણ ડિજિટલ ટ્રાન્જેક્શન (NEFT, RTGS or IMPS) માટે IFSC કોડ જરૂરી હોય છે. https://www.bankofbaroda.in/ifsc-finder.htm આ લિંક પર જઇને બ્રાન્ચની મદદથી IFSC કોડ જાણી શકાય છે. Indian Financial System Code 11 ડિજિટનો કોડ હોય છે.

એકાઉન્ટ, એટીએમ ઇંટિગ્રેશનનું કામ પહેલા જ થઇ ચુક્યુ છે પૂરુ
જણાવી દઇએ કે મર્જર બાદથી વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકોનો એકાઉન્ટ નંબર, કસ્ટમર આઇડેંટિફિકેશન નંબર (CIF), બ્રાંચ કોડ, આઇએફએસસી અને MICR કોડમાં બદલાવ આવ્યો છે. જેની પાસે આ બે બેંકોના ગ્રાહકોને ડિજિટલ બેંકિગ માટે બેંક ઑફ બરોડાની વેબસાઇટ પર જવાનું હોય છે. આ ઉપરાંત મોબાઇલ એપ દ્વારા પણ આ કામ થઇ રહ્યું છે. જણાવી દઇએ કે જૂના IFSC કોડ 28 ફેબ્રુઆરી સુધી જ માન્ય છે. સોમવારથી તે માન્ય નહી રહે.
Read Also
- શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર
- ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું
- લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ
- મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
