GSTV

સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘માસ્ટર’ થઈ ઓનલાઈન લીક, આ વેબસાઈટ પરથી લોકો ધડાધડ કરી રહ્યાં છે ડાઉનલોડ

Last Updated on January 14, 2021 by Ali Asgar Devjani

સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય અને વિજય સેતુપતીની ફિલ્મ ‘વિજય ધ માસ્ટર’ થિએટર્સમાં રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને ધમાકેદાર ઓપનિંગ મળી છે અને તેને બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે. પરંતુ ફિલ્મ મેકર્સ માટે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યાં છે કે, આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ ઓનલાઈન લીક કરાયા બાદ કુખ્યાત તામિલ રૉકર્સ અને અન્ય સાઈટ્સ પર એચડી ક્વોલિટીમાં હાજર છે. લોકો ધડાધડ આ ફિલ્મને મફતમાં ડાઉનલોડ કરી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે તોડ્યા રેકોર્ડ્સ…

ફિલ્મ લીક થવાને કારણે તેને બોક્સ ઓફિસ પર મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ મેકર્સ માટે ચિંતાની વાત બની શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, યુએઈ સહિતના દેશોમાં પણ રીલિઝ કરવામા આવી છે. આ ફિલ્મને ત્યાંના દર્શકો પણ પસંદ કરી રહ્યાં છે. એક અહેવાલ અનુસાર ફિલ્મ, ઓસ્ટ્રેલિયામાં 2.48 લાખ ડૉલરની કમાણી કરી છે. આ રીતે ‘વિજય ધ માસ્ટર’ ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી સાઉથ ઈન્ડિયન ફિલ્મ બની ગઈ છે.

રીલિઝ અગાઉ પણ અમુક ક્લિપ્સ વાઈરલ થઈ હતી…

પોંગલ પર્વ સમયે બુધવારે રીલિઝ થયેલી આ ફિલ્મને જોવા માટે જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. અનલોક બાદ મોટા પાયે રીલિઝ થનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ છે. ફિલ્મ માટે દર્શકોનો ક્રેઝ જોતા આ ફિલ્મ ઘણા રેકોર્ડ્સ તોડશે તેવું લાગી રહ્યું છે. નિષ્ણાંતોએ આ ફિલ્મ રેકોર્ડની સુનામી સર્જશે તેવી ભવિષ્યવાણી કરી હતી. પરંતુ લીક થવાના કારણે મેકર્સે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. રીલિઝ થયા અગાઉ અમુક ક્લિપ્સ ઓનલાઈન વહેતી થઈ હતી, જે પછી ફરિયાદ થતા એક ડિજીટલ કંપનીના કર્મચારીની પૂછપરછ કરવામા આવી હતી. મેકર્સે લોકોને આ ક્લિપ્સ ઓનલાઈન શેર ના કરવા અપીલ કરી હતી.

આ ફિલ્મ્સ પણ લીક થઈ ચૂકી છે…

આ પ્રથમ ફિલ્મ નથી જે તામિલ રૉકર્સે ઓનલાઈન લીક કરી છે. આ અગાઉ તેઓ- ક્રેક, એકે વર્સેઝ એકે, લક્ષ્મી, આશ્રમ 2, લુડો, છલાંગ, ડાર્ક, રસભરી, બુલબુલ, પાતાલ લોક, આર્યા, ગુલાબો-સિતાબો, ચિંટૂ કા બર્થડે, ચોક્ડ, રક્તાંચલ, ધૂમકેતુ, બેતાલ, ફેમિલી મેન, ધ રાયકર કેસ, હંસમુખ, મની હિસ્ટ, ધ લાયન કિંગ અને ફ્રોઝન 2 જેવી ફિલ્મ્સ પણ ઓનલાઈન લીક કરી હતી.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!