GSTV
Ahmedabad Trending ગુજરાત

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

વિજય સુવાળા

ભાજપમાં જોડાતાની સાથે જ વિજય સુવાળાના વાણી વિલાસ સામે આવ્યા છે. જેમાં અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિવાદિત ટિપ્પણી સાથેનો વિજય સુવાળાએ વીડિયો બનાવીને વાયરલ કર્યો જે વીડિયોને લઇને વિવાદ વકર્યો છે. આ વીડિયો અંગે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી રેખા સોલંકીએ જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. આ સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો વિજય સુવાળા માફી નહીં માગે તો આંદોલનની સાથે પોલીસ ફરિયાદ કરાશે.

વિજય સુવાળા ભાજપમાં જોડાયા

ગુજરાતના જાણીતા ગાયક વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો બાદ કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ સી આર પાટિલે વિજય સુવાળાને ખેસ પહેરાવી તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી આકર્ષાઇને ભાજપમાં સામેલ થયા છે.

તેમણે કહ્યું કે ભાજપથી સારુ સંગઠન કોઇ નથી. ભાજપમાં આવ્યા બાદ હું તન, મન અને ધનથી લોકોની સેવા કરીશ. વિજય સુવાળાએ કહ્યું હતું કે પાટિલ મને પુત્ર સમાન ગણે છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીમાં જોડાયાના સાત મહિનામાં જ વિજય સુંવાળાનો આપ સાથેનો મોહ ભંગ થઇ ગયો હતો. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ વિજય સુંવાળાએ સી આર પાટિલ સાથે મુલાકાત કરી હતી. ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે વિજય સુંવાળા ભાજપમાં જોડાઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV