GSTV

વર્લ્ડ કપ 2019: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, આ ખેલાડીની તબિયત સારી થઈ

Last Updated on June 21, 2019 by Alap Ramani

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની વચ્ચે ટીમ ઈન્ડિયાને એક પછી એક ઝટકા આવી રહ્યા છે. બધા ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. પહેલા શિખર ધવન, પછી બોલર ભુવનેશ્વર કુમાર પણ ઈજા પામ્યો હતો. ત્યારબાદ વિજય શંકરને પણ ઈજા થઈ છે.

પરંતુ આ વચ્ચે કોહલીની ટીમ માટે સામે રાહતના સમાચાર છે. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું છે કે વિજય શંકર ઈજાગ્રસ્ત નથી. બુધવારે પ્રેક્ટિસ દરમિયાન બુમરાહની એક યોર્કર શંકરના પગ આગળ પડી હતી. આશા છે કે ભારતને શિખર ધવન પછી બીજો કોઈ મોટો ઝટકો ના લાગે.

જોકે બુમરાહે કહ્યું કે શંકરને લઈ કોઈ ચિંતા કરવા જેવી નથી. તેણે આગળ કહ્યું કે, એ વાતનું દુખ છે કે શંકર મારા બોલના કારણે ઘાયલ થયો, પરંતુ હવે તે એકદમ ફિટ છે. બેટ્સમેન શિખર ધવન અંગૂઠામાં થયેલી ઈજાના કારણે પહેલા જ વર્લ્ડ કપમાંથી બહાર છે. ત્યાં ભુવનેશ્વરની માંસપેશિયો ખેંચાઈ જવાના કારણે 2-3 મેચ બહાર છે.

બુમરાહે ધવનને લઈને કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ધવન વર્લ્ડ કપમાંથી બહાર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરી હતી. અમે સારી ટીમ છીએ અને આગળ વધી રહ્યા છીએ. તેણે કહ્યું, વિકેટ સપાટ છે અને અમે તેના પર વિચારી રહ્યા છીએ, તેના પ્રમાણે કામ કરી રહ્યા છીએ.

તમારે તમારી ચોકસાઈ પર કામ કરવું પડશે, અને તેના પછી જો તમને તેના વચ્ચે મદદ મળે તો સારું છે. મેચ પહેલાની તૈયારી પર બુમરાહે કહ્યું, મારા માટે સૌથી સારી તૈયારી બોલિંગ કરવી છે અને તે હું કરી રહ્યો છું. અમે કોઈ પણ ટીમને નબળી નથી સમજતાં.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!