GSTV

VIDEO: વિજય શંકરે પક્ડ્યો ‘વાટર સ્લાઈડિંગ કેચ’, કોમેન્ટેટર પણ થયો હેરાન

Last Updated on March 2, 2019 by

હૈદ્રાબાદના ક્રિકેટ મેદાન પર એક વખત ફરીથી દર્શકોને ભારતીય ક્રિકેટર વિજય શંકરનો શાનદાર ‘વાટર સ્લાઈડિંગ કેચ’ જોવા મળ્યો. વિજય દ્વારા પકડવામાં આવેલો કેચ એટલો બધો શાનદાર હતો કે જાતે કોમેન્ટેટર પણ તેને કુલદીપ યાદવથી વધુ વિજય વિકેટ જણાવી રહ્યા હતાં.

ખરેખર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદ્રાબાદના મેદાન પર પ્રથમ વન-ડે મેચ રમાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 24 ઓવરમાં 100 રનની પાસે પહોંચી ગઇ હતી. વિકેટ પર ઉસમાન ખ્વાજા અને હેન્ડ્સકોમ્બ હતાં. આ દરમ્યાન કુલદીપ દ્વારા નાખવામાં આવેલા બોલ પર ખ્વાજાએ ઉંચો શોર્ટ ફટકાર્યો. બાઉન્ડ્રી લાઈન પર ઉભા રહેલા વિજયને એવુ લાગ્યું કે આ કેચ હોઈ શકે છે તે બોલ તરફ ભાગેલા અને સુંદર ડાઈવ લગાવીને કેચ પકડી લીધો.

ન્યુઝીલેન્ડની સામે પણ જોવા મળ્યો હતો વિજયનો બાહુબલી થ્રો

ન્યૂઝીલેન્ડની સામે ઑકલેન્ડમાં રમાયેલી બીજી ટી-20 દરમ્યાન પણ વિજય શંકરે શાનદાર થ્રો કરીને રોસ ટેલરને આઉટ કર્યો હતો. ખરેખર, ન્યૂઝીલેન્ડની 19મી ઓવરમાં સેન્ટનરે ખલીલ અહમદની બોલ પર એક શૉટ લગાવીને 2 રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાઉન્ડ્રી દરમ્યાન ખડેપગે રહેલા વિજય શંકરે તાત્કાલિક થ્રો માર્યો હતો. બોલ જ્યારે સ્ટમ્પને અથડાઈ ત્યારે રોસ ટેલર ક્રીઝથી ખૂબ દૂર હતા. વિજયના આ થ્રોના ખૂબ વખાણ થયા હતાં.

હાર્દિક બાદ સૌથી મજબૂત દાવેદાર છે વિજય

28 વર્ષનો હાર્દિક અત્યારે વિશ્વ કપ માટે સંભવિત ભારતની 15 સભ્યોવાળી ટીમના મજબૂત દાવેદાર બની રહ્યો છે. જોકે, વિજયની પાસે વન-ડેનો પૂરતો અનુભવ નથી. પરંતુ ફર્સ્ટ ક્લાસ સિવાય લિસ્ટ એ ક્રિકેટમાં તેઓ ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે પસંદગીકારો પર ભરોસો રાખવામાં આવશ્યક રીતે સફળ થયા છે. વિજયનો પ્લસ પોઈન્ટ તેનો ઓલરાઉન્ડર દેખાવ છે. તેના મુખ્ય પ્રતિદ્ધંદી રીષભ પંત અને દિનેશ કાર્તિક બંને વિકેટકીપર છે. એવામાં વિજય શંકર પોતાની બોલિંગના પ્રતાપે આગળ વધવાના પ્રયત્ન કરશે.

READ ALSO

Related posts

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!