GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જાણો હાર્દિક પંડ્યા સાથે સરખામણી થતાં 3D વિજય શંકરે શું કહ્યું ?

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે પોતાની સરખામણી હાર્દિક પંડ્યા સાથે કરવામાં આવી તો પોતાનો અભિપ્રાય આપ્યો હતો. વિજય શંકરે જણાવ્યું હતું કે કતે આ અંગે વિચારીને પોતાની જાતને તકલીફ આપવા માગતો નથી કે જ્યાં સુધી હાર્દિક છે ત્યાં સુધી તે ભારતનો નંબર વન ઓલરાઉન્ડર બની શકે તેમ નથી. હકીકત તો એ છે કે હાર્દિક તમામ રીતે વિજય શંકર કરતાં બહેતર ઓલરાઉન્ડર છે. પછી તે બોલિંગની વાત હોય કે બેટિંગની વાત આવે. હાર્દિકને આજે દુનિયાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં ગણવામાં આવે છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં તે ટીમ ઇન્ડિયાની પ્રથમ પસંદગી રહ્યો છે.

ઇંગ્લેન્ડ સામે ભારતનો ટેસ્ટ વિજય

હાર્દિક તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે તો તેણે પોતાની બોલિંગ દ્વારા પણ ભારતને વિજય અપાવ્યો છે. જેનું ઉદાહરણ છે 2018માં ટ્રેન્ટ બ્રિજમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ટેસ્ટ વિજય. પ્રથમ દાવમાં હાર્દિકે 28 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેની સામે ગયા વર્ષે અંબાતી રાયડુને કારણે વિજય શંકરની ઘણી મજાક ઉડાડવામાં આવી હતી. વર્લ્ડ કપમાં પસંદગીકારોએ રાયડુને સ્થાન આપ્યું નહીં અને તેને સ્થાને વિજય શંકરને ઇંગ્લેન્ડ મોકલી દીધો હતો. શંકર નિષ્ફળ રહ્યો અને તેની મજાક થવા લાગી.

હું સારો દેખાવ કરી શકીશ નહીં

હાર્દિક અને શંકરની સરખામણી થવા લાગી તો શંકર મૌન રહ્યો પરંતુ આખરે તેણે મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે જો મને આ બધી વાતોથી ફરક પડવા લાગશે તો હું સારો દેખાવ કરી શકીશ નહીં. મારું ફોકસ માત્ર મારી મેચો અને મારા પ્રદર્શન પર રહેવું જોઇએ. હું સારું રમીશ તો લોકો મારા વિશે વાત કરશે અને હું ભારતીય ટીમમાં પસંદ થઇશ. હું એ નહીં વિચારું કે અન્ય ખેલાડી કેવો દેખાવ કરે છે. હું લાંબા સમય માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માગું છું અને સારું રમીશ તો જ તે શક્ય બનશે.

READ ALSO

Related posts

ધોની-કોહલી સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સ્લેજિંગ નથી કરતા, ડીન જોન્સે કારણે દર્શાવ્યું

Mansi Patel

વઢવાણ : શાકભાજીના વેપારીઓએ કલેકટર કચેરી ખાતે મચાવ્યો હંગામો

Nilesh Jethva

શેન વોર્ને આજે જ ફેંક્યો હતો બોલ ઓફ ધ સેન્ચુરી, દુનિયા ચોંકી ગઈ હતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!