GSTV

નિદહાસ ટ્રોફી : જીતની ઉજવણી વચ્ચે આ ખેલાડીએ પોતાની જાતને રૂમમાં કરી દીધો લૉક

Last Updated on March 21, 2018 by Bansari

રવિવારે દિનેશ કાર્તિકના વિજયી છગ્ગાના કારણે ભારતે નિદહાસ ટ્રોફીમાં શાનદાર વિજય મેળવ્યો હતો. આ મેચે ફક્ત કાર્તિકનું જીવન જ બદલી નથી નાંખ્યું પરંતુ આ મેચ નવોદતિ ઓલરાઉન્ડર વિજય શંકર માટે પણ યાદગાર બની રહેશે.

ફાઇનલમાં 17 બોલમાં ફક્ત 19 રન બનાવનાર શંકર નિંદાઓ વચ્ચે ઘેરાઇ ચુક્યો હતો. તણાવના કારણે સારી રીતે રમી ન શકવાનો તેમને અફસોસ હતો. તેના મનમાં પોતાની નિષ્ફળતાને લઇને અનેક પ્રશ્નો હતાં.

 

તે રાતે તે સતત વિચારતો રહ્યો કે દિનેશે તે સિક્સ ન ફટકારી હોત અને અમે હારી ગયાં હોત  તો શું થાત? મેં આટલા ડૉટ બોલ ન રમ્યાં હોત તો અમે સરળતાથઈ જીતી ગયાં હોત? મેચ જીતવા માટે હું તેમનો આભારી છુ પરંતુ ખૂબ જ દુખી પણ છું કે મે પોતાના બેટ દ્વારા વિજય મેળવવાની તક ગુમાવી દીધી.

મેચ પૂરી થયા બાદ તમિલનાડુના આ ક્રિકેટરે પોતાની જાતને હોટલના રૂમમાં કેદ કરી લીધી હતી. તેણે એક ઇન્યરવ્યુમાં જણાવ્યું કે હું ખૂબ જ પરેશાન હતો અને હોટલ પહોંચતા જ મે દરવાજો બંધ કરી દીધો પરંતુ તે દિનેશ કાર્તિક જ હતા જેણે નૉક કરીને દરવાજો ખોલાવ્યો અને મને હિંમત અને ધીરજ રાખવાની સલાહ આપી.

વિજય શંકરે જણાવ્યું કે કાર્તિકે મારુ મનોબળ વધાર્યુ, જેના કારણે હું તે રાતે શાંતિથી સૂઇ શક્યો. ઉલ્લેખનીય છે કે વિજય શંકરે મેચની 18મી ઓવરમાં મુસ્તાફિકુર રહેમાનની ઓવરમાં સતત ડૉટ બોલ રમ્યાં હતા જેનાથી ભારત માટે ટાર્ગેટ સુધી પહોંચવુ મુશ્કેલ થઇ ગયુ હતું. આખરે દિનેશ કાર્તિકે 8 બોલમાં 29 રન ફટકારીને ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

Related posts

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!