GSTV

સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર

ફિલ્મ

Last Updated on January 18, 2021 by Bansari

છેલ્લા ઘણા સમયથી સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિનું બોલીવૂડમા ડેબ્યુ કરવાની અટકળો થઇ રહી છે. અંતે આ તમિલ સુપસ્ટારે એક પ્રોજેકટમાં કામ કરવાની તૈયારી દાખવી છે. સૂત્રની વાતને સાચી માનીએ તો, વિજય સેતુપતિ એક સાઇલન્ટ ફિલ્મથી ડેબ્યુ કરી રહી રહ્યા છે. જેને કિશોર પાંચુરંગ બેલેકર ડાયરેકટ કરવાના છે. આ ફિલ્મનું નામ ગાંધી ટોક્સ હશે.

સાઇલન્ટ ફિલ્મને ઇનકાર ન કરી શક્યો વિજય

આ ફિલ્મ અંગે વિજયે જણાવ્યું હતું કે, મેં મારી કારકિર્દીમાં અલગ-અલગ પાત્રો સાથે અનુભવ લીધા છે. હવે મને જ્યારે સાઇલન્ટ ફિલ્મની મને ઓફર મળી તો આ પડકારને મેં જતો નહોતો કર્યો. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઉત્તમ છે. ગાંધીજીને ફક્ત ભારતીય મુદ્રા પર તસવીર રૂપે છાપવાની બદલે તેમના વિચારોને રૂપેરી પડદે દાખવવા મહત્વના છે.

ફિલ્મ

આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર છેલ્લા ૧૯ વરસથી કામ ચાલી રહ્યું છે

દિગ્દર્શક કિશોરે જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે અમને એકટરમાં જે ખૂબીઓ જોઇતી હતી તે અમને વિજયમાં જોવા મળી હતી. અમે તેમની તમિલ ફિલમો જોઇ છે, અમે તેમના કામથી પ્રભાવિત થયા છે.

ફિલ્મ

તેમની એકટિંગ સ્કિલ્સ, સ્ટાઇલ અને ડાયલોગ ડિલિવરી બહુ જ પ્રભાવશાળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર છેલ્લા ૧૯ વરસથી કામ ચાલી રહ્યું છે. બોલીવૂડમા આ પહેલા ૧૯૮૭માં કમલ હાસનની મૂંગી ફિલ્મ પુષ્પક વિમાન રિલીઝ થઇ હતી.

Read Also

Related posts

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!