કોંગ્રેસના નેતાએ કહ્યું : ગુજરાતના મુખ્યમંત્રી કહે છે અમે એક ફોન કરીએ તો રાજ્યના પ્રશ્નો હલ થાય છે તો આ કેમ…

આજે વિધાનસભા ગૃહમાં ગૃહ નેતા અને રાજયના મુખ્યમંત્રી રાજયપાલના ભાષણ પર નિવેદન આપવા માટે ઉભા થયા હતા તે સમયે વીજય રૂપાણી એ મોદી સરકાર ની કામગીરીના વખાણ કર્યા હતા. અને કેન્દ્ર માં કૉંગેસ સરકાર જે ગુજરાત ને અન્યાય કરવામાં આવતી હતી. તે તમામ અન્યાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતા સાંભાળ્યા બાદ તુરંત ગુજરાત ને થતા તમામ અન્યાય દૂર કરી દીધા છે.

તો બીજી તરફ કૉંગ્રેસના ધારસભય વિકમ માડમ ગુજરાત ને હજુ મોદી સરકાર અન્યાય કરી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા. અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાતને અન્યાયની વાતો કરતાં તે જ દેશના વડાપ્રઘાન બન્યા અને રાજ્યમાં પણ તેમની સરકાર છે.

તો ગુજરાતના આ પ્રશ્નો કેમ રદ કર્યા તે નવાઇ લાગે છે.ડાયલોગથી પિકચર ચાલે છે, દેશ નથી ચાલતો. ગુજરાતનાં મુખ્યમંત્રી કહે છે કે અમે એક ફોન કરીએ તો આપણા રાજયના પ્રશ્નો હલ થાય છે. તો કેમ આ બઘા પ્રશ્નનો ઉકેલ આવતાં નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter