GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળશે પર રૂપાણીનો મોટો ખુલાસો, આ પાર્ટી પણ ભાજપને આપશે મત

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નક્કી છે. કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. જેથી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ જયપુર ગઈ છે. કોરોનાની દહેશત વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં ધુબાકા મારી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવારની જીત નક્કી છે. કોંગ્રેસ કહે છે કે, ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળવાના છે. કોંગ્રેસમાં કલેહના કારણે આ પ્રકારના જુઠ્ઠા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જયપુર ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળી શકે છે. તો વળી છોટુ વસાવાની પાર્ટી પણ ભાજપને મત આપશે.

હવે છત્તીસગઢમાં

રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનના જયપુર લઈ જવાયેલા ગુજરાતના કોંગી ધારાસભ્યોને છત્તીસગઢ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. જયપુરમાં રહેલા તમામ ધારાસભ્યોને છત્તીસગઢ ખસેડવામાં આવશે. તેમ મનાય છે. ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બધેલને આ જવાબદારી સોંપાઈ છે.

રિસોર્ટ બદલવાની શક્યતા

આ પહેલા કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો હતો કે પહેલી પ્રાથમિકતા શક્તિસિંહ ગોહીલને જ આપવામાં આવશે. કોંગ્રેસના પાંચ જેટલાં ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે ત્યારે વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે તેઓને જયપુર ખાતે એક રિસોર્ટમાં રાખવામાં આવ્યાં છે. ત્યારે હવે આ રિસોર્ટ બદલવામાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

45 વર્ષની ઉંમરે પાંચમી વખત પુત્રીનો પિતા બન્યો શાહિદ આફ્રિદી, જાણો દિકરી વિશે શું કહે છે

Ankita Trada

દાદરાનગર હવેલી: ખાનગી કંપનીનાં કામદારોએ મચાવ્યો હોબાળો, પગાર મુદ્દે ઉતર્યા વિરોધ પ્રદર્શન પર

pratik shah

છોટાઉદેપુરમાં મહિલાને તાલિબાની સજા, જાહેરમાં બે શખ્સો દ્વારા ડંડાથી મારવામાં આવ્યો ઢોર માર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!