GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

રાજકારણ/ વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન, આપ્યા આ સંકેત

રૂપાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે.

રૂપાણી

રાજકીય ગલીયારીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ પાછલા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ વિજય રૂપાણીએ આ અંગે સ્ષટતા કરી છે.

તેમણે આ અંગેનો નિર્ણય સરકાર પર છોડ્યો છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે પાર્ટી ચૂંટણી લડવાનું કહેશે તો ચૂંટણી લડીશ.

રૂપાણી

જણાવી દઇએ કે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મા અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિજય રૂપાણીએ દાંતાના કુકડી ગામના મૃતક યાત્રાળુઓ માટે સંવેદના વ્યક્ત કરી હતી.

Read Also

Related posts

નહેરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટેનીયરીંગના તાલીમાર્થીઓ બરફના તોફાન (એવલેંચ) માં ફસાયા,તંત્ર છે સાબદું

pratikshah

પીએમ મોદી-ઝેલેન્સકીની વાતચીતથી અમેરિકા ખુશ! કહ્યું- પુતિનને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ થલગ કરી દીધા હતા

Hemal Vegda

પૂર્વ કોંગી નેતા જોડાયા આપમાં! AAPએ બે હજાર પદાધિકારીઓની કરી નિમણૂક, ભાજપના નેતાઓને ગણાવ્યા રાવણ જેવા અહંકારી

pratikshah
GSTV