ઓહ હો…વિજય રૂપાણીનો પતંગ કપાઈ ગયો, પછી બોલ્યા 2019માં આકાશ અમારું જ છે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદના ખાડિયામાં ઉત્તરાણ મનાવી. સીએમ રૂપાણી તેમના પત્ની સાથે ઉત્તરાયણ મનાવવા અમદાવાદ શહેરની ઐતિહાસિક ખાડિયાની પોળમાં આવ્યા. જ્યાં તેમણે પતંગબાજી કરી. અમદાવાદમાં પતંગરસિયાઓ માટે ખાડિયા હોટ ફેવરિટ સ્થળ છે. ત્યારે અહીં સીએમ રૂપાણીએ પણ પતંગ ચગાવવાની મજા માણી. પરંતુ તેમનો પતંગ કપાઈ ગયો. સીએમ રૂપાણીએ પેચમાં આવેલા પતંગને ખેંચી ખેંચીને કાપવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનો પતંગ કપાઈ ગયો. જોકે રાજકીય આકાશમાં તેમનો રાજકીય પતંગ ઘણો ઉંચો ઉડી રહ્યો છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપના પતંગના પેચમાં વિરોધીઓ ગઠબંધનના પતંગો કપાઈ જશે.

તો આ તરફ અમદાવાદમાં ઉત્તરાયણ હોય અને સેલિબ્રિટીઝ ના હોય એવું તો બને જ નહીં. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગુજરાતી ફિલ્મના કલાકારોએ પણ પોત પોતાની રીતે ઉત્તરાયણની ઉજવણી કરી. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પણ ગુજરાત ફિલ્મની અભિનેત્રીઓએ ઉત્તરાયણ મનાવી. આ પ્રસંગે સ્થાનિકોએ કલાકારો સાથે સેલ્ફી પડાવી ઉત્તરાયણની મજા માણી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter