VIDEO : રૂપાણી સાહેબથી બોલાતા તો બોલાઇ ગયું, પણ હવે ફેરવી તોળવાનો વારો આવ્યો છે

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહેસૂલ વિભાગને સૌથી ભ્રષ્ટ્ર હોવાનું નિવેદન આપતા વિવાદનો વંટોળ શરૂ થયો છે. સીએમ રૂપાણીના નિવેદન બાદ મહેસૂલ વિભાગના કર્મચારીઓ રોષે ભરાયા છે. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.

સમગ્ર મામલો વધુ ઉગ્ર બનતા મહેસૂલ કર્મચારી મહામંડળે સીએમ રૂપાણીને પત્ર લખી આંદોલન કરવાની ચીમકી આપી છે. મહેસૂલ કર્મચારી મહામંડળનું કહેવુ છે કે, સીએમ રૂપાણી પોતાના નિવેદનને રદીયો નહીં આપે તો રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. સીએમ રૂપાણીએ આપેલુ નિવેદન મહેસૂલ વિભાગના કર્મચારીઓનુ મનોબળ તોડનારૂ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહેસૂલના એક કાર્યક્રમમાં જાહેરમાં કહી દીધુ કે સરકારમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ અને પછી પોલીસ વિભાગમાં થાય છે. જેને લઈને મહેસૂલ વિભાગના કર્મચારીઓ રોષે ભરાયા છે. ત્યારે રૂપાણીએ સ્પષ્ટતા કરી કે તેમણે કોઈ અધિકારીઓ કે કર્મચારી સામે વ્યક્તિગત રીતે આક્ષેપ નથી કર્યાં. ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર હતો તે અંગે નિવેદન આપ્યું હતુ. એમાં કોઈ કર્મચારી કે અધિકારી પર વ્યક્તિગત આક્ષેપની વાત જ નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter