GSTV
Home » News » વિજય રૂપાણીએ ઓન લાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમનો  કરાવ્યો પ્રારંભ

વિજય રૂપાણીએ ઓન લાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમનો  કરાવ્યો પ્રારંભ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ઓન લાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ સરકાર પારદર્શિતા અને સંવેદનાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. રાજ્યમાં 125 ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુક્તિ આપીને આ સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મુક્યો છે કે તે ખોટું નહીં જ કરે તેમ તેમણે દ્રઢપણે જણાવ્યું હતું.

ઓન લાઈન પદ્ધતિ શરૂ કરવા સાથે 162 નગરપાલિકાઓના વહીવટને જવાબ દેહ અને સ્થાનિક સ્તરે નિર્ણય તથા વિકાસ આયોજન માટે પ્રાદેશિક કચેરીઓ સંપૂર્ણ સત્તાધિકરો સાથે શરૂ કરવાની ગુજરાતે પહેલ કરી છે.આ પ્રસંગે તેમણે 8 મહાનગરપાલિકા 8 શહેરી વિકાસ સત્તા મંડળો અને 162 નગરપાલિકાઓને 1010 કરોડના વિવિધ વિકાસ કામોના ચેક અર્પણ કર્યા હતા.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia