ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે.અડવાણી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કારોબારીમાં વિશેષ આમંત્રિત તરીકે રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારાને સ્થાન અપાયું
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતનો દબદબો રહ્યો છે કારણકે, કારોબારીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત ભારતીબેન શિયાળને સ્થાન આપવામાં આવ્યું છે. કારોબારીમાં વિશેષ આમંત્રિત તરીકે રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારાને પણ સ્થાન અપાયું છે.
જે.પી.નડ્ડાની ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને સહ પ્રભારી સુધીર ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારની વિદાય બાદ ખુદ રૂપાણીએ પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરતા રૂપાણી સરકારની વિદાય થઇ છે અને હાલ ભુપેન્દ્ર પટેલ સત્તાના સિંહાસન પર છે. એવાં સંજોગોમાં સાઇડલાઇન થયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં હાઈ કમાન્ડે તક આપી છે. સરકારની વિદાય બાદ ખુદ રૂપાણીએ પણ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આમ ગુજરાતના બે દિગ્ગજ નેતાઓને હાઇકમાન્ડે મોટી જવાબદારી સોંપી છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કારોબારીમાં 50 વિશેષ આમંત્રિત અને 179 સ્થાયી આમંત્રિત સભ્યો ઉપરાંત રાષ્ટ્રીય પ્રવક્તા, પ્રદેશ પ્રભારી, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીનો સમાવેશ કરાયો છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતનાં કોણ-કોણ?
નરેન્દ્ર મોદી, અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, રમીલાબેન બારા, રત્નાકર, સુધીર ગુપ્તા, ભુપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, સી આર પાટીલ.
READ ALSO :
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સને સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ માટે રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે