GSTV

ભાગેડુ વિજય માલ્યા બનશે કચ્છના જમાઈ : ત્રીજી પત્ની ગુજરાતી, અફવા કે હકીકત

Last Updated on March 29, 2018 by Karan

બેન્કોને આશરે 9,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ફરાર થઇ ગયેલો બિઝનેસમેન વિજય માલ્યા હાલ લંડનમાં છે. તેના પર મની લોન્ડ્રીંગનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ આ વખતે તે અન્ય કારણસર ચર્ચામાં છે હકીકતમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે વિજય માલ્યા લંડનમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. આ તેના ત્રીજા લગ્ન હશે. ખાસ વાત એ છે કે તે તે જ મહિલા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. જે તેની સાથે 2016માં ફરાર થઇ હતી જો કે તેના લગ્નની સત્તાવાર પુષ્ટિ થઇ નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ટૂંક સમયમાં લગ્ન કરશે. જે યુવતી કચ્છની છે. બેન્કોને અબજોનો ચૂનો ચોપડનાર વિજય માલ્યાની ત્રીજી પત્ની બનવાની છે તે ગુજરાતી છે. ભાગેડુ વિજય માલ્યા બનશે કચ્છના જમાઈ. કચ્છના આદિપુરની અા યુવતી સાથે આગામી સમયમાં વિજય માલ્યાના લગ્નની શકયતા છે. પિંકી લાલવાની નામની યુવતી સાથે લિવ એન્ડ રિલેશનશિપમાં રહે છે.

રસપ્રદ બાબત એ છે કે જે મહિલા સાથે વિજય માલ્યા લગ્ન કરશે તે પિંકી લાલવાની છે. આ તે જ પિંકી છે જે માલ્યા સાથે દરેક પરિસ્થીતિમાં ઉભી રહે છે. આ ઉપરાંત બંને ભારત છોડીને એક સાતે 2 માર્ચ 2016ના રોજ લંડન ફરાર થયાં હતાં. એક અહેવાલ અનુસાર બંનેએ સાથે મળીને તાજેતરમાં જ પોતાની ત્રીજી એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યુ હતું.

પિંકી લાલવાનીએ વિજય માલ્યાની ચડતી-પડતીમાં સાથે આપ્યો છે. તેવામાં માલ્યા પર લંડનમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન પણ તેની સાથે જોવા મળી હતી. મિડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. માલ્યા સાથે પિંકી 2011થી છે.

માલ્યાએ પિંકીને એક સમયે પોતાની કિંગફિશર અેરલાઇન્સમાં ફ્લાઇટ અટેન્ડન્ટની નોકરી આપી હતી. પછીથી તેમની વચ્ચે મિત્રતા થઇ હતી. લાલવાની કિંગફિશરની એરહોસ્ટેસ પણ રહી ચુકી છે. કિંગફિશરની એડમાં પણ તે જોવા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે માલ્યા સાથે નિયમિતરૂપે ટ્રાવેલ કરે છે. એક બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે લગ્ન કર્યા નથી પરંતુ તેઓ લિવ-ઇનમાં સાથે રહે છે. આટલા વર્ષો બાદ પણ માલ્યા અને પિંકીની દોસ્તી કાયમ છે. બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે માલ્યા જ્યારે પણ ભારતની બહાર રહેતો હતો ત્યારે તે મોટાભાગે લંડનમાં રહેતો હતો અને તે સમયે પિંકી તેની સાથે રહેતી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યાએ પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે કર્યા હતા તે પછી તેણે રેખા માલ્યા સાથે બીજા લગ્ન કર્યા હતા.

Related posts

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!