દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાને બુધવારે બ્રિટેન ઉચ્ચ ન્યાયાલયના એક આદેશની વિરુદ્ધમાં અપીલ કરવાની પરવાનગી ન મળી, જેમાં અદાલતે બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સની લોનના સંબંધમાં શરૂ કરવામાં આવેલ નાદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો હતો.

આ નાદારી કાર્યવાહી ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં ભારતીય બેંકોના એક સમૂહે શરૂ કરી હતી. બ્રિટેનમાં જામીન પર બહાર રહેતા 65 વર્ષિય કારોબારીએ બ્રિટેન ઉચ્ચ ન્યાયાલયના આદેશ વિરુદ્ધ નવી અપીલ દાખલ કરી હતી. જેમાં ભારતના ઉચ્ચત્તમ ન્યાયાલયમાં ઋણના મામલે નિર્ણય આવવા સુધી નાદારીની કાર્યવાહી સ્થગિત કરવાની અનુપતિ આપી હતી.
માલ્યાના વકિલ ફિલિપ માર્શલે તર્ક કર્યું કે, બેંકોની નાદારી યાચિકાને માત્ર સ્થગિત નથી કરી, પરંતુ રદ્દ કરવા માગે છે કારણ કે, આ ઋણ વિવાદિત છે. અને ભારતીય અદાલતોમાં જાણી જોઈને આને ખેંચવામાં આવી રહ્યું છે. ન્યાયમૂર્તિ કોલિન બિર્સે લંડન ન્યાયાલયના અપીલીય પ્રભાગની સુનવણી દરમ્યાન કહ્યું કે, હાલ આ એક નવો બિંદુ છે. હું આ અપિલ માટે એક ઉચિત આધારના રૂપમાં સ્વીકાર નહીં કરું. કારણ કે આ મામલા ને સુનવણી દરમ્યાન નિપટાવી શકાય છે. જે હાલ જારી છે.

માલ્યાના વકિલોએ બેંક દ્વારા ભારતમાં કથિત રૂપે અઘોષિત પ્રતિભૂતિયો સંબંધમાં પ્રક્રિયાના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. જો કે ન્યાયાધિશે કહ્યું કે આને પહેલા પણ રદ્દ કરવામાં આવી ચૂકી છે. વિજય માલ્યા સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ની આગેવાની હેઠળ 13 બેંકોએ નાદારીના કેસ દાખલ કર્યા છે. આ સંદર્ભમાં વિજય માલ્યાની લગભગ 29 મિલિયન ડોલરની સંપત્તિ કોર્ટ ફંડ્સ ઓફિસ (સીએફઓ)માં જમા છે.
READ ALSO
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં