ભારત પ્રત્યર્પિત કરવાથી બચવા માટે ભાગેડુ વિજય માલ્યાએ વધુ એક કાવતરું કર્યું છે. હ્યુમન રાઇટ્સનો હવાલો આપી માલ્યાએ બ્રિટન સરકાર પાસે રાજનૈતિક શરણ માંગી છે. એનો ખુલાસો પોતે વિજય માલ્યાના વકીલ ફિલિપ માર્શલે લંડનના ઇનસૉલવેંસી અને કંપનીઝ કોર્ટમાં કર્યો, જ્યાં એમના ભારત પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. ફિલિપ માર્શલે જજ નિગેલ બોર્નેટના સવાલના જવાબમાં જણાવ્યું કે વિજય માલ્યા પ્રત્યાર્પણનો કેસ હરિ ગયા છે, પરંતુ તેઓ હજુ લંડનમાં છે, કારણ કે તેમણે બ્રિટનમાં જ રહેવા માટે ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ રાજનૈતિક શરણ આપવામાં માટે આવેદન આપ્યું છે.
એ ઉપરાંત વિજય માલ્યાએ પોતાનું કાનૂની ફી ભરવા અને પોતાના ખર્ચને પૂરો કરવા માટે ફ્રાન્સમાં વેચવામાં આવેલ પોતાની સંપત્તિથી પ્રાપ્ત રાશિ આપવાની માંગ કરી છે. આ રાશિ પર હાલ કોર્ટનો કબ્જો અને દર મહિને વિજય માલ્યાને પોતાનો ખર્ચ ચલાવવા માટે 22,000 પાઉન્ડ એટલે લગભગ 20 લાખ રૂપિયા મળે છે. આ રાશિ એના ક્લેમ અને તેના લીગલ ખર્ચ પહેલાથી પણ વધુ છે. બ્રિટનના ગૃહ મંત્રાલયએ આ સંબંધમાં પુષ્ટિ કરી છે કે પ્રત્યાર્પણ આદેશ પર અમલ કરવા પહેલા ગોપનીય કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે માલ્યા બ્રિટનના સુપ્રીમ કોર્ટમાં ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ચુક્યા છે. પરંતુ પ્રીતિ પટેલ જ્યાં સુધી પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર નહિ કરે ત્યાં સુધી માલ્યા બ્રિટનમાં જામીન પર રહી શકે છે.

આ કારણે પ્રત્યાર્પણમાં લાગી શકે છે સમય
બ્રિટનમાં રાજનૈતિક શરણ માંગવાના કારણે વિજય માલ્યાને ફરી ભારત લાવવામાં સમય લાગી શકે છે. કાયદાના જાણકારોનું કહેવું છે કે, બ્રિટનમાં એણે કેસ જીતવાનું સંભાવના ના બરાબર છે, પરંતુ આ રીતથી તેને બ્રિટનમાં થોડા દિવસ મળી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે માલ્યાના બ્રિટનમાં રહેવાના લગભગ તમામ કાયદાકીય રસ્તા બંધ થઇ ગયા છે. પરંતુ એની પાસે હજુ પણ વિકલ્પ બચે છે જેથી તે ભારત પ્રત્યાર્પણને અટકાવી શકે છે. હાલ એણે Asylum માટે ગૃહ મંત્રાલયના દરવાજા ખખડાવ્યા છે. ત્યાર પછી તેઓ બ્રિટનના ગૃહ મંત્રાલયમાં રીવ્યુ માટે આવેદન કરી શકે છે. ત્યાર પછી તેઓ ટીયર 1 જ્યુડિશલ અપીલ અને ફરી ટીયર જ્યુડિશલ અપીલ કરી શકો છો. આ કારણે એના પ્રત્યાર્પણમાં સમય લાગે છે.
હવે માલ્યા પાસે શુ છે વિકલ્પ
વિજય માલ્યા ભલે પ્રત્યાર્પણ કેસ હારી ગયા છે, પરંતુ પોતાના બચાવ માટે કાનુનોની મદદ લઇ રહ્યા છે. હમણાં એણે રાજનૈતિક શરણ માટે આવેદન કર્યું છે. જો તેઓ બ્રિટનમાં આ કેસ હારી જાય છે તો European Court of Human Rightsમાં અપીલ કરી શકે છે. જો તેઓ અહીં પણ કેસ હરિ જાય છે તો અંતિમ કાર્ડ પોતાની હેલ્થને લઇ રમી શકે છે. ત્યાં તે હેલ્થના ગ્રાઉન્ડ પર અરજી કરી શકે છે. વિકિલિક્સના ફાઉન્ડર જુલિયન અસાંજે કેસમાં આવું જ થયું હતું. એનાથી પ્રેરિત થઇ માલ્યા આ રસ્તો અપનાવી શકે છે. એમના વકીલ પહેલાથી જ ખરાબ હાલતનો હવાલો આપતા ભારત પ્રત્યાર્પણને ખારીજ કરવાની માંગ કરતા રહ્યા છે.
Read Also
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો